અત્યાર સુધી 9.6 કરોડ લોકો પાસે છે પાસપોર્ટ, થોડા સમયમાં આ આંકડો 10 કરોડને વટાવશે- વિદેશમંત્રાલયનો રિપોર્ટ
- વિદેશમંત્રાલયએ પાસપોર્ટનો ડેટા જાહેર કર્યો
- ડિસેમ્બર સુધીમાં 9.6 કરોડ લોકો પાસે હતો પાસપોર્ટ
- હવે આ આકંડો 10 કરોડને આંબશે
છેલ્લા કેટલાક સમય.થી ભારતીયો વિદેશ જવામાં ખૂબ આગળ જોવા મળે છે, ત્યારે દેશના નાગરિકો પાસે હવે પાસપોર્ટ હોવાની સંખ્યા વધી રહી છે વિદેશમંત્રાલયે એક માહિતી શેર કરી છે જે પ્રમાણે આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી માં દેશની કુલ 9.2 કરોડ જનતા પાસે પાસપોર્ટ છે, જે દેશના 7.20 ટકા નાગરિકો કહી શકાય.આ પાસપોર્ટમાં છેલ્લા 10 વર્ષમાં બનેલા પાસપોર્ટ વધુ છે. ત્યારે નવા વર્ષના શરુઆતના મહિનામાં આ આકંડો 10 કરોડને વટાવી લે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.
જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં 2.2 કરોડ અથવા લગભગ એક ક્વાર્ટર 23 ટકા પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને કર્ણાટક અન્ય મોટા રાજ્યોમાં છે જ્યાં મોટી સંખ્યામાં પાસપોર્ટ ધારકો જોવા મળે છે.
એક રીતે દેશ આઝાદ થયાના આટલા વર્ષ પછી આટલા જ પાસપોર્ટ હવા તે ગતિ ઘીમી દર્શાવે છે પરંતુ છેલ્લા 3 વર્ષમાં કોરોનાના કારણે પાસપોર્ટની કાર્યવાહી ઘીમી પડી જે એક કારણ પણ કહીશકાય. હવે વિદેશ જવાની આશંકા વધી છે, તેથી પાસપોર્ટ મેળવવાની સંખ્યામાં પણ વધારો થયો છે. એટલા માટે કેન્દ્ર સરકાર પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા વધારાઈ છે.હવે પહેલા કરતા પાસપોર્ટ જલ્દી બને છે ઓછામાં ઓછો છ દિવસનો સમય લે છે.જ્યારે 2015માં 21 દિવસનો સમય લાગતો હતો. 2015 અને 2022 વચ્ચે ઓછામાં ઓછા 368 નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો નવા બન્યા છે. 2014માં 153ની સરખામણીએ 2022માં આસંખ્યામાં 340 ટકાનો વધારો થયો છે