Site icon Revoi.in

રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 97 ટકા વાવેતર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે ખરીફ પાકનું જંગી વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે વાવેતર 100 ટકાથી થવાની શકયતા છે. મગફળી અને કપાસનું જંગી વાવેતર થયું છે.

રાજયમાં ગયા વર્ષે આ સમયે ગાળામાં 82.83 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વખતે અત્‍યાર સુધીમાં 84.17 લાખ હેકટરમાં વાવેતર થયું છે. હજુ દિવેલા-મકાઇ જેવી વાવણી ચાલુ હોવાથી કુલ વાવણી 100 ટકાને પાર કરી જાય તેવો અંદાજ છે. આ વર્ષે મગફળીનું વાવેતર ઘટયું છે જ્યારે કપાસનું વાવેતર વધ્‍યુ છે. આગોતરી વાવણીને પગલે ચાલુ મહિનામાં અંત સુધીમાં મગફળી બજારમાં આવી જશે. વરસાદ પછી વાવવામાં આવેલી રાબેતા મુજબની મગફળી દશેરાથી દિવાળી વચ્‍ચે બજારમાં આવશે.

રાજ્યમાં ગયા વર્ષે હાલના સમયગાળામાં 19.10 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. આ વખતે 17.09 લાખ હેકટરમાં વાવેતર થયું છે. કપાસનું વાવેતર ગયા વર્ષના આ સમય ગાળા સુધીમાં 23 લાખ હેકટરમાં થયું હતું. આ વર્ષે 26 લાખ હેકટરમાં વાવેતર થઇ ગયુ છે. ચાલુ વર્ષે ખેડુતોને કપાસના મણના રૂા. 2500થી વધુ જેવું આકર્ષક વળતર મળતા કપાસના વાવેતરનું આકર્ષક વધ્‍યું છે. સૌરાષ્‍ટ્રમાં કપાસ અને મગફળી મુખ્‍ય વાવેતર છે. આ ઉપરાંત રાજયમાં ચોમાસાની મોસમમાં ડાંગર, બાજરી, તૂવેર, સોયાબીન, શાકભાજી, ઘાસચારો વિગેરે વાવવામાં આવે છે.