અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમનનું પાલન ચાલકો પાલન કરી શકે તે માટે તેમની ઉપર નજર રાખવા માટે વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખથી વધારે વાહન ચાલકોને ઈ-ચલણ ફટકાર્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ પ્રકારની વ્યવસ્થાના લીધે 2018થી 2021 સુધી રોડ અકસ્માતમાં 19.09 ટકા સુધીનો ઘટાડો થયો છે. ટ્રાફિક નિયમનની વાત છે ત્યાં સુધી 13 જુન 2022 સુધીમાં રૂ. 55,20,80,100ના મૂલ્યાના 15,32,253 ઇ-ચલણ ઇશ્યૂ કરવામા આવ્યા હતા. ઇ-ચલણની પ્રક્રિયા પેમેન્ટ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનની મદદથી સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવવામા આવી છે.
સીસીટીવી સર્વેલન્સ અને ચલણ પ્રણાલીના લીધે રોડ બિહેવિયરમાં પણ બદલાવ જોવા મળ્યો છે. બોડી વોર્ન કેરા અને ડ્રોન કેમેરાના લીધે મર્યાદિત પોલીસ સંખ્યામાં પણ મોટા પાયે કામગીરી શક્ય બની છે. તેના લીધે પણ કામગીરીમાં પારદર્શિતા આવી છે.