ક્રિકેટની દુનિયામાં આમ તો અનેક રેકોર્ડ બનતા હોય છે. કેટલાક રેકોર્ડ એવા પણ હોય છે કે જેને જોઈને આપણને પણ લાગે કે આ કેવી રીતે બની શકે. પણ જ્યારે નરી આંખોથી જોઈએ ત્યારે ખબર પડે કે…હા.. આ પણ શક્ય છે. આવી જ એક ઘટના બની છે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચમાં.
હાલમાં અત્યારે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 રમાઈ રહી છે. જેમાં બીજી ટી-20 મેચમાં એક અજીબ ઘટના થઇ છે અને તે કેમેરામાં કેદ થઇ ગઈ છે. મેચ દરમિયાન કાંઈક એવું બન્યું કે બેટ્સમેન રમતો રહ્યો અને જાણે કોઈએ સ્ટમ્પને હાથ લગાવીને વિકેટ્સને પાડી દીધી હોય. આ વીડિયોમાં રહસ્યમયી રીતે સ્ટમ્પ પરથી બેલ્સ નીચે પડી જાય છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે બેટ્સમેન સ્ટેમ્પની નજીક નહોતો, છતાં આવી ઘટના બની છે.
First ever wicket taken by a ghost 😛😂 pic.twitter.com/9vG0BI50S4
— Mazher Arshad (@MazherArshad) July 24, 2021
પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વીડિયો ફૂટેજ જોવામાં આવ્યો હતો. જેને જોયા બાદ ખ્યાલ આવ્યો કે પરિસ્થિતિ કઈંક જુદી જ હતી. રિપ્લે જોતાં જાણવા મળ્યું કે આ ઘટના દરમિયાન બાંગ્લાદેશી બેટ્સમેન સૈફુદ્દીન સ્ટમ્પ્સથી થોડો દૂર હતો અને હવાને કારણે બેલ્સ પડી હતી. આ ઘટના રહસ્યમયી તો ત્યારે બની, જયારે બેલ્સ પાડવાની સાથે હવાના જોરથી સ્ટમ્પ પણ પોતાની જગ્યાએથી હલી ગયું હતું. જેને લઈને આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે હરારે ખાતે રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેના ઓપનિંગ બેટ્સમેને સર્વાધિક 73 રન ફટકાર્યા હતા. જેની મદદથી ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને 23 રને હરાવ્યું હતું.