Site icon Revoi.in

તો આખરે ગુજરાતીઓએ કોરોનાને આમંત્રણ આપ્યું જ, હજુ પણ વધારે બેદરકારી પડી શકે છે ભારે

Social Share

અમદાવાદ: ગુજરાતમાં જે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને તો હવે લાગે છે કે,ગુજરાતીઓ આપણા ગુજરાતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર લાવીને જ રહેશે. કેટલાક લોકોની બેદરકારી જેમ કે માસ્ક ન પહેરવું, જ્યાં ત્યાં થુંકી દેવુ અને ગાઈડલાઈનનું કોઈપણ પ્રકારે પાલન ન કરવું તે ભારે પડી શકે છે.

જાણકારી અનુસાર ગુજરાતમાં 26 ડિસેમ્બરના રોજ 177 કેસ નોંધવામાં આવ્યા હતા અને 30 ડિસેમ્બર પર 573 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2000ને પાર જતા તંત્રની ચિંતામાં વધારો થયો છે અને અમદાવાદમાં તો સૌથી વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે પણ છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ સામે નહી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં 53 ઓમિક્રોન એક્ટિવ કેસ છે જ્યારે કુલ 44 દર્દીઓ ઓમિક્રોનના ભરડામાંથી મુક્ત થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.ઓમિક્રોનના અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે વડોદરામાં કુલ 21 કેસ નોંધવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તંત્રની વાતને કોઈ ગણકારી રહ્યું ના હોય તેવું લાગી રહ્યું છે, જો તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવશે નહીં તો આગામી સમયમાં કોરોનાનું જોખમ વધવાની પણ ભયંકર સંભાવના છે.