- આમિર ખાન ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં
- ત્રીજા લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અભિનેતા
- તેની કોસ્ટારનું નામ પડ્યું બહાર
બોલિવૂડમાં કપલના લગ્ન થવા અને ડાઈવોર્સ થવા જાણે હવે સામાન્ય વાત બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે ,થોડા સમય પહેલાજ અભિનેતા આમિર ખાને પત્ની કિરણ સાથેના લગ્નનો અંત આણ્યો હતો,. તો બીજી તરફ બોલિવૂડમાં શેહનાઈઓ પણ વાગી રહી છે, એક બાદ એક કપલના વગનના સમાચારો સામે આવી રહ્યા છે કે ત્યારે હવે મિસ્ટર પરફેક્ટનિસ્ટ એવા આમિર ખાનના લગ્નીની ચર્ચાઓ એ સમાચારોમાં જોર પકડ્યું છે.
વાત જાણે એમ છે કે આમિર હવે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિર ખાને તેની પત્ની કિરણ રાવથી છૂટાછેડા લીધા હતા. તે દરમિયાન બંનેએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે હવે અમે બંને પતિ-પત્ની નથી પરંતુ સહ-માતા-પિતા અને એકબીજાના પરિવાર તરીકે રહીશું. જો કે હવે તેના લગ્નની ચર્ચાઓને લઈને તેની કોસ્ટારનું નામ તેના સાથે જોડાઈ રહ્યું છે.
આ મામલે હવે સોશિયલ મીડિયા પર આ વાત ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે કે આમિર ત્રીજી વખત લગ્ન કરવા તૈયાર થયો છે,અભિનેતા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાતા જોવા મળી શકે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાન તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ બાદ લગ્નની જાહેરાત કરશે.
આમિર સાથે ફાતિમા સનાનું નામ જોડાયું હતું, ફાતિમા આમિર ખાન સાથે ફિલ્મ ‘દંગલ’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં જોવા મળી હતી. આમિર ખાન અને ફાતિમા સના શેખ રિલેશનશિપમાં હોવાની અફવા સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આમિર ખાને અત્યાર સુધી બે લગ્ન કર્યા છે. ત્યારે હવે તેના ત્રીજા લગ્નની ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે.