નાહતા વખતની આટલી ભૂલો તામારા માથામાં ટાલ પડવાનું બને છે કારણ, જો તમને પણ આ આદત હોય તો છોડી દો
- વાળ ક્યારેય ગરમ પાણીથી ન ધોવા
- વાળ ઘોતા વખતે શેમ્પૂ વાળમાં અપ્લાય કરો માથાના તળીયે નહી
ઉનાળામાં તાપમાન ખૂબ વધી જાય છે, જેના કારણે ઘણો પરસેવો નીકળે છે. આવી સ્થિતિમાં આપણે વારંવાર નહાવાની જરૂર અનુભવીએ છીએ, પરંતુ ઉતાવળમાં નહાવાની પ્રક્રિયામાં આપણે ઘણી એવી ભૂલો કરી બેસીએ છીએ જે વાળને નુકસાન પહોંચાડે છે.તમે ખોટી રીતે સ્નાન કરો છો, તો વાળના નીચલા સ્તરને નુકસાન થઈ શકે છે અને તેનાથી ડ્રાયનેસ પણ થઈ શકે છે અને ધીમે ધીમે વાળ ખરવા લાગે છે અને ટાલ આવવા લાગે છે. આવો જાણીએ કઈ કઈ ભૂલો છે જે નહાતી વખતે ન કરવી જોઈએ.
ખાસ કરીને ગરમ પાણીથી માથું ધોવુ
જેમ હેર ડ્રાયર અને હેર સ્ટ્રેટનરની ગરમી વાળને નુકસાન પહોંચાડે છે તેવી જ રીતે ગરમ પાણીથી વારંવાર માથું ધોવાથી વાળમાં નબળાઈ આવશે અને તમારે વાળ ખરવાનો સામનો કરવો પડશે.
માથા ઉપરની ચામડી પર કંડિશનર લગાવવું
વાળની કોમળતા માટે આપણે ઘણીવાર કંડીશનરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ માથાની ચામડી પર તેનો ઉપયોગ ન કરવાની કાળજી લેવી જરૂરી છે કારણ કે તેનાથી મૂળ નબળા પડી શકે છે.
ખોટા શેમ્પૂની પસંદગી
વાળ ધોવા માટે યોગ્ય શેમ્પૂ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા વાળ શુષ્ક છે, તો તેલયુક્ત વાળ માટે બનાવેલ શેમ્પૂનો ઉપયોગ બિલકુલ ન કરો, તેનાથી ફાયદાને બદલે નુકસાન થશે. શેમ્પૂ પસંદ કરવા માટે તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
વાળ પર શેમ્પુ લગાવવું તળીયે ન લગાવવું
ઘણી વખત આપણે વાળને તળીયા પર લગાવીએ છીે તે આદત ખોટી છે હંમેશા વાળ પર શેમ્પુ લગાવીને વાળને ઊમચા લઈને માથાના તળીયે લગાવવી
વાળને ફાસ્ટ ઘસીને ઘોવા
ઘણી વખત આપણે શેમ્પૂ વડે ફીણ બનાવવા માટે વાળને વધુ પડતા ઘસતા હોઈએ છીએ, આમ કરવાથી વાળને નુકસાન થઈ શકે છે જે પાછળથી ટાલ પડવા તરફ દોરી જાય છે. વાળમાં હળવા હાથે શેમ્પૂ લગાવો અને તેને મૂળ સુધી ફેલાવો.