Site icon Revoi.in

તો આ છે નાની ઉંમરમાં બાળકોનું એકવાર મુંડન/બાબરી કરવાનું કારણ

Social Share

આજના સમયમાં બધા લોકો ધાર્મિક રીતે તો રીતીરિવાજ સાથે સંકળાયેલા હશે પરંતુ જો વાત કરવામાં તેની પાછળની સમજની તો તો મોટાભાગના લોકોને જાણ હશે નહીં કે દરેક રીતી રિવાજ પાછળનું કારણ શું છે. નાની ઉંમરમાં બાળકોનું કરવામાં આવતું મુંડન તેની પાછળ પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.

આ બાબતે જાણકારો કહે છે કે બાળકના જન્મથી તેના માથા પર અમુક વાળ હોય છે. આ વાળને અશુધ્ધ માનવામાં આવે છે. હિન્દુ પ્રચલિત માન્યતા પ્રમાણે 84 લાખ યોનિમાં જન્મ પછી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે. એવામાં પાછલા જન્મના બધા પાપ ઉતારવા માટે પણ બાળકની બાબરી કરવામાં આવે છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે બાળકનું બળ, આરોગ્ય, તેજ, શક્તિ અને ગર્ભાવસ્થા દરમિયાનની અશુદ્ધિયોને દૂર કરવા માટે મુંડન કરવામાં આવે છે આ એક બહુ અગત્યન સંસ્કાર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે જોઈએ તો મુંડન સંસ્કારથી બાળકની બુધ્ધિ શુધ્ધ થાય છે આમ કરવાથી તેની બુધ્ધિનો વિકાસ સારી રીતે થાય છે.

જો આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો નવજાત શિશુને બાબરી કરવા પાછળ એવું કહેવાય છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના વાળમાં ઘણા કીટાણુઓ અને બેક્ટેરિયા હોય છે. એટલું જ નહીં પરંતુ તે નવજાત શિશુના માથાની ત્વચા પણ ખૂબ જ ગંદી હોય છે, એટલે કે ત્વચામાં ગંદકી જામી હોય છે, તેને યોગ્ય રીતે સાફ કરવા માટે, તે વાળ દૂર કરવામાં આવે છે જેથી માથાની ત્વચા સ્વચ્છ બને અને વાળમાં કોઈપણ જંતુઓ અને બેક્ટેરિયાથી છુટકારો મળે છે.