સોશયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવ બન્યો થપ્પડબાજ, વીડિયો વાયરલ થયા બાદ કહ્યું- કંઈ કર્યું નથી ખોટું
નવી દિલ્હી: સોશયલ મીડિયા સ્ટાર અને બિગ બૉસ ઓટીટી સિઝન-2નો વિનર એલ્વિશ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને થપ્પડ મારવાનો આરોપ લાગી રહ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એલ્વિશ યાદવ એક રેસ્ટોરન્ટમાં છે, જ્યાં તેની આસપાસ પોલીસ પણ છે. ત્યારે તે ગુસ્સામાં એક વ્યક્તિની સીટ પર જાય છે અને પછી તેને લાફો મારી દે છે. તેના પછી તેને તેની આસપાસના લોકો રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ એલ્વિશ શાંત થતો નથી. ટેબલ પર બેઠેલો વ્યક્તિ ફરીથી એલ્વિશ યાદવને કંઈક કહે છે અને તે ફરી તેને પકડવા માટે આગળ વધે છે. તેના પછી તેની ટીમ તેને સમજાવીને ત્યાંથી લઈ જાય છે.
સોશ્યલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે રેસ્ટોરન્ટમાં એલ્વિશ યાદવે જે વ્યક્તિને ઝાપટ મારી છે, તેણે એલ્વિશના માતા કે પરિવારને લઈને અપશબ્દો કહ્યા હતા. એલ્વિશથી આ સહન થયું નહીં અને તેણે પિત્તો ગુમાવતા તેની પાસે જઈને તમાચો ઠોકી દીધો હતો. આ ઘટનાને પાસે બેઠેલા કોઈ વ્યક્તિએ રેકોર્ડ કરી લીધી. એલ્વિશના હેટર્સનું કહેવું છે કે આ કામ તેણે નશામાં કર્યું હશે. તો તેના ફેન્સ કહી રહ્યા છે કે જો કોઈ તમારા પરિવારને ગાળ આપે છે, તો આવી પ્રતિક્રિયા આપવાની જરૂરી છે. નહીંતર તેની હિંમત વધે છે. ફેન્સના માનવા મુજબ, એલ્વિશે કોઈ ભૂલ કરી નથી.
તો એલ્વિશે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કહ્યુ છે કે મને ન લડાઈ કરવાનો શોખ છે, ન હાથ ઉઠાવવાનો શોખ છે. હું મારા કામથી મતલબ રાખું છું. ફોટો પડાવવાની વાત છે, તો અમે સૌની સાથે ફોટો પડાવીએ છીએ॥ પરતંુ પાછળથી જ્યારે કોઈ કોમેન્ટ પાસ કરે છે, મા-બહેનની ગાળો આપે છે, તો અમે તેને છોડતા નથી. વીડિયોમાં તમે જોઈ રહ્યા હશો કે પોલીસ પણ પાછળ ચાલી રહી છે, તો તેવામાં એવું કઈ નથી કે મેં ખોટું કર્યું હોય. તેણે મારા પર વ્યક્તિગત કોમનેન્ટ કરી હતી, તો મેં તેની પાસે જઈને તેને તમાચો માર્યો. મને વાતનો કોઈ પસ્તાવો નથી. તેણે મને ગાળ આપી, તો મેં તેને માર્યો. હું આવો જ છું.
મહત્વપૂર્ણ છે કે એલ્વિશ યાદવ હંમેશાથી એ ઈન્ફ્લૂએન્સરોમાં સામેલ છે, જેની સાથે જોડાયેલી ખબરો મીડિયામાં ચમકતી રહે છે. એકવાર એલ્વિશ યાદવ પર કુંડા ચોરવાનો આરોપ લગાવીને તેનો ફસાવવાનો પ્રયાસ થયો હતો. તેના પછી તે બિગ બોસ વિનર બનીને ચર્ચામાં આવ્યો, પછી તેના પર રેવ પાર્ટીઓમાં સાપના ઝેરના ઉપયોગનો આરોપ લાગ્યો અને હવે ઓપન રેસ્ટોરન્ટમાં એક શખ્સને મારવા બદલ એલ્વિશ યાદવ ચર્ચામાં છે.