Site icon Revoi.in

સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે સરકારની નવી ગાઈડલાઇન જાહેર

Social Share

દિલ્લી: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં આ અંગે ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના પ્રકાશમાં આ ગાઇડલાઇન જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે વહેલી તકે નવી માર્ગદર્શિકા જાહેર કરવા સરકારને કહ્યું હતું.

તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાને ભારતમાં વ્યવસાયની સ્વતંત્રતા છે અને ભારતમાં તેની સારી સંખ્યા છે. તેમજ સામાન્ય ભારતીયને ઈમ્પવાર કર્યું છે. સરકાર સોશિયલ મીડિયા પર નિંદાને પણ આવકારે છે.

તેમણે કહ્યું કે, ત્રણ સ્તર પર મોનિટરિંગ કરવામાં આવશે. દરેક સોશિયલ મીડિયા કંપનીએ પોતાનો ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર રાખવો પડશે. ભારતમાં એક કમ્પ્લેન અધિકારીની નિમણૂક કરવી પડશે. અને તે ભારતીય હોવું જરૂરી છે. કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ પર કોઈ ફરિયાદ પ્રાપ્ત થતાં,તે કહેવું પડશે કે આની શરૂઆત કયાંથી થઇ. અને જો કોઈ ગેરકાયદેસર માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે,તો પ્લેટફોર્મને દૂર કરવું પડશે તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ પાસે આ દિશા નિર્દેશોને અનુસરવા માટે ૩ મહિનાનો સમય રહેશે.

સેલ્ફ રેગ્યુલેશન માટે એક સંસ્થા બનાવી પડશે,જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના કોઈ રીટાયર જજ હશે.ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ મીડિયાએ માહિતી આપવી પડશે કે,તેઓ ક્યાંથી પબ્લિશ કરી રહ્યા છે,કેવી રીતે પબ્લિશ કરે છે અને કેવી રીતે માહિતીને ફેલાવે છે રજીસ્ટ્રેશન જરૂરી નથી,ફક્ત માહિતી આપવી પડશે.

-દેવાંશી