Site icon Revoi.in

ટી 20 વિશ્વ કપઃ-  14 વર્ષમાં 7 વર્ષથી સતત રમનાર પહેલા ખેલાડી બનશે રોહિત શર્મા

Social Share

દિલ્હીઃ- ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની આકતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે રવિવારના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા ભારત માટે સતત સાત ટી 20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બનશે.

વર્ષ 2007 માં પ્રથમ ટી 20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઇન્ડિયાનો એકમાત્ર ખેલાડી રોહિત ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળપછાળી દેશે. તેમણે અત્યાર સુધી 7 વિશ્વ કપ રમ્યા છે.જોકે, આ વખતે પણ ધોની ખેલાડી તરીકે નહીં પરંતુ માર્ગદર્શક તરીકે ટીમ સાથે જોડાનાર છે.

ઉલ્લેખનીય છે કે 6 મેચ રમ્યા બાદ તે ધોનીને પછાડીને ભારત માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બનશે.એટલું જ નહીં, ધોનીએ કેપ્ટન તરીકે તમામ મેચ રમી છે. આમાંથી માહી  એ 20 જીતી અને 11 મેચ હારી છે. રોહિતે 39.58 અને 127.22 ની સરેરાશથી 673 રન બનાવ્યા છે. તેમાં છ અર્ધશતક છે. તે વિરાટ પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.

રોહિત ઉપરાંત છ વધુ ક્રિકેટરો પણ સાતમો વર્લ્ડ કપ રમી રહ્યા છે. તેમાં બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓ શાકિબ, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, બે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ગેઈલ, બ્રાવો અને એક પાકિસ્તાન ખેલાડી શોએબ મલિકનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે રોહિતે વર્લ્ડ કપની 28 મેચમાં 24 સિક્સર ફટકારી છે. તે ભારત માટે સૌથી વધુ સિક્સ ફટકારવાના યુવરાજ સિંહ (33) ના રેકોર્ડથી માત્ર દસ આંકથી દૂર છે.રોહિત ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 3 હજાર રન પૂરા કરવાથી 136 રન દૂર છે. તેણે 111 મેચમાં 32.54 અને 138.96 ની સરેરાશથી 2 હજાર 864 રન બનાવ્યા છે. તે વર્લ્ડ કપ દરમિયાન આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય બનશે. અત્યારે કેપ્ટન કોહલી (3159) આમ કરી શક્યો છે. રોહિત દેશનો એકમાત્ર ક્રિકેટર છે જેણે 100 કે તેથી વધુ ટી 20  રમી છે.