- દેશમાં બનશે ખાસ ટેકનોલોજી વાળો સૈનિકોનો પોષાક
- હિમાલય પર તૈનાત સૈનિકોને મળશે ઠંડીથી રક્ષણ
દિલ્હીઃ- આત્મ નિર્ભર ભારત હેઠળ દેશની ત્રણેય સેનાઓ માટેના સુરક્ષા કવચ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે, શસ્ત્રો હોય કે મિસાઈલ હોય અનેર મોરચે ભારત ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ત્યારે હવે હિમાલય પર તૈનાત સાનિકો માટેના ખાસ ગરમ પોષાક પમ દેશમાં જ બનાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય સેના માટે સતત કામ કરી રહ્યું છે. આ શ્રેણીમાં, ડીઆરડીઓ એ પાંચ ભારતીય કંપનીઓને સ્વદેશી અને એક્સ્ટ્રીમ કોલ્ડ વેધર ક્લોથિંગ સિસ્ટમ સોંપી દીધી છે, જેઓ આર્મીની નિર્ણાયક જરૂરિયાતોને પહોંચી વળવા ભારતમાં જ આ અત્યંત ગરમ વસ્ત્રોનું ઉત્પાદન કરશે આથી આત્મ નિર્ભર ભારતને પણ પ્રોત્સાહન મળશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ ડૉ. જી સતીશ રેડ્ડીએ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કંપનીઓને આ ટેકનોલોજી સોંપી છે
આપણી સેનાના સૈનિકો હિમાલય અને શિખરોમાં સતત બરફ પ્રદેશમાં દેશની સેવા કરે છે અને આવી સ્થિતિમાં તેમને વધુ ગરમ કપડાંની જરૂર હોય છે. સાથે જ ભારતીય સેનાને આ સ્વદેશી ટેક્નોલોજીથી ઘણો ફાયદો થશે. ભારતીય સૈન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે અત્યંત ઠંડા હવામાનના કપડાં અને સંખ્યાબંધ વિશિષ્ટ વસ્ત્રો અને પર્વતારોહણ સાધનો અને વસ્તુઓની આયાત કરે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ એક્સ્ટ્રીમ કોલ્ડ વેધર ક્લોથિંગ પ્રણાલી એ શારીરિક પ્રવૃત્તિના વિવિધ સ્તરોન દરમિયાન હિમાલયના પ્રદેશોમાં વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં જરૂરી ઇન્સ્યુલેશનના આધારીત સુધારેલ થર્મલ ઇન્સ્યુલેશન ભૌતિક આરામ સાથે એર્ગોનોમિક રીતે ડિઝાઇન કરાયેલ મોડ્યુલર ટેક્નિકલ ટેક્સટાઇલ સિસ્ટમ છે. આ સાથે ભારતીય સેનાના જવાનો વધુ સારી રીતે કામ કરી શકશે.
ડીઆરડીઓ પ્રમાણે ત્રણ-સ્તરીય અત્યંત ઠંડા હવામાનની વસ્ત્રોની સિસ્ટમ પ્લસ 15 ડિગ્રી અને માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે થર્મલ ઇન્સ્યુલેશન પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અર્થાત માઈનસ 50 ડિગ્રીમાં પણ શરીરનું તાપમાન બરાબર જાળવાી રહે છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જેથી ઠંડીથી રક્ષણ મળી રહે છે.
આથી વિશેષ વાત એ કે .આ ટેક્નોલોજીમાં શ્વાસ લેવાની ક્ષમતા, ગરમી અને પાણીની ખોટ અને ઝડપી પરસેવો શોષણ સંબંધિત શારીરિક કાર્યો સહિત ઉચ્ચ ઊંચાઈની કામગીરી માટે પર્યાપ્ત છે