- હેર વોશ દરરોજ ન કરવા જોઈએ
- અઠવાડિયામાં 2 થી 3 વખત શેમ્પૂ કરવું
- કોરો વાળમાં ક્યારેય શેમ્પૂ અપ્લાય ન કરવું
સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વધુ વાળને વોસ કરવાથી વાળ ખરવા, વાળ સફેદ થવા અથવા તો વાળ રુસ્ક થવાની સમસ્યા સર્જા છે, જો કે ઘણી મહિલાઓ આજે પણ મુંઝવણમાં છે કે વાળને અઠવાડિયામાં કેટલી વખત વોશ કરવા જોઈએ
વાળ વોશ કરવાની સાથે ઘણા પ્રશ્નો અને ગૂંચવણો સંકળાયેલી હોય છે. અઠવાડિયામાં કેટલી વાર ધોવા જોઈએ, રાતનો સમય સારો છે કે દિવસ દરમિયાન અને વાળમાં શેમ્પૂ કરવું કેટલું યોગ્ય, મૂંઝવણમાં પડવાની જરૂર નથી કારણ કે આજે આપણે વાળ વોશ કરવાને લઈને કેટલીક બાબતો જાણીશું જે તમને ખૂબ કામ લાગશે
જાણો વાળ વોશ કરવાની સાચી રીત
જ્યારે તમારા વાળ કોરા હોઈ તો તમારા વાળમાં ક્યારેય શેમ્પૂ ન લગાવો, પરંતુ વાળને સારી રીતે પાણી વાળા કર્યા બાદ કજ શેમ્પૂ લગાવવાનું શરૂ કરો. આ સાથે, તમારે આખા વાળ માટે વધુ શેમ્પૂની જરૂર પણ નહીં પડે.
શેમ્પૂ કરતી વખતે વાળને વધુ ઝડપથી ઘસો નહીં. આમ કરવાથી તમારા વાળને નુકસાન થઈ શકે છે.
શેમ્પુને ક્યારેય સીઘે સુઘું વાળમાં આપ્લાય ન કરો આ માટે પાણી લો તેમાં શેમ્પુ નાખો અને મિક્સ કરીને પછી જ વાળ પર અપ્લાય કરો,જેથી શેમ્પૂ માથાની ચામડીમાં સારી રીતે લગાવી શકાય.
આ સાથે જ એક અઠવાિયામાં માત્ર 2 થી 3 વખત જ શેમ્પૂ કરવું જોઈએ નહી તો વાળ ખરાબ થી શકે છે
જો તમારા વાળ તૈલી થઈ ગયા હોય તો બે વાર શેમ્પૂ લગાવશો નહીં, કારણ કે તેનાથી વાળના સ્તરને નુકસાન થઈ શકે છે અને કુદરતી તેલ છૂટે છે. એકવાર શેમ્પૂ લગાવ્યા પછી પણ તમારા વાળ એકદમ સાફ થઈ શકે છે.
બને ત્યા સુધી વાળમાં કંડીશનર લગાવો,મૂળમાં લગાવાથી કંડીશનર માથાની ચામડીને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે વાળ વોશ કરો ત્યારે વાળ પાછળની સાઈડ રાખીને વોશ કરો, વાળના છેડા સુધી શેમ્પૂ લગાવાની જરૂર નથી. પાણીથી આખા વાળને પૂરતા પ્રમાણમાં શેમ્પૂ મળી જાય છે.
વાળ ધોયા પછી તેને રગડીને વાળ સુકાવા નહીં. ફક્ત ટુવાલ વડે વાળને હળવા હાથે પ્રેસ કરીને સાફ કરીલો
જો તમારી પાસે સવારે તમારા વાળ સુકાવાનો સમય ન હોય તો, રાત્રે તમારા વાળ ધોવા વધુ સારું છે જેથી વાળને કુદરતી રીતે સૂકવવો.