મોગાદિશુ: પશ્ચિમ સોમાલિયામાં કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ અલ-શબાબના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 167 ઇથોપિયન સૈનિકો માર્યા ગયા છે. સોમાલી ગાર્ડિયન ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, જૂથે એમ પણ કહ્યું હતું કે, બચેલા ઇથોપિયન સૈનિકોને પકડવામાં આવ્યા હતા અને ઇથોપિયન સૈનિકોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા.
આતંકવાદીઓએ ઇથોપિયન લશ્કરી સાધનોનો પણ નાશ કર્યો હતો અને મોટા પ્રમાણમાં શસ્ત્રો જપ્ત કર્યા હતા, એમ અહેવાલમાં જણાવાયું છે. ઇથોપિયન સશસ્ત્ર દળો અને સોમાલિયામાં આફ્રિકન યુનિયન ટ્રાન્ઝિશનલ મિશન (એટીએમઆઈએસ) એ હજી સુધી હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઇથોપિયન સેનાએ વાજિદ શહેરમાં તેના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, જે લગભગ એક દાયકાથી આતંકવાદીઓના નિયંત્રણમાં છે, અલ-શબાબ એ સોમાલિયા સ્થિત જેહાદી આતંકવાદી જૂથ છે જે અલ-કાયદા આતંકવાદી જૂથ (રશિયામાં પ્રતિબંધિત) સાથે જોડાયેલું છે. તે સોમાલી સરકાર સામે સશસ્ત્ર પ્રતિકાર કરી રહ્યું છે અને દેશમાં યુએન માનવતાવાદી મિશનને અવરોધે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક દળો દ્વારા સમર્થિત સોમાલી નેશનલ આર્મી (SNA) એ તાજેતરમાં મધ્ય સોમાલિયાના ગલમુદુગ રાજ્યમાં એક ઓપરેશનમાં 120 અલ-શબાબ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદી જૂથ વિરુદ્ધ 17 ઓપરેશન શરૂ કર્યા છે. “આ ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા 120 લડવૈયાઓમાં એક વરિષ્ઠ અલ-શબાબ કમાન્ડરનો સમાવેશ થાય છે.” સરકારે સુરક્ષા દળોને આતંકવાદીઓ સામે તેમના ઘરોનો જોરશોરથી બચાવ કરવા અને વિસ્તારને અલ-શબાબથી આઝાદ ન થાય ત્યાં સુધી તેમનો સામનો કરવા હાકલ કરી હતી.