તુલસીના પાન ખાતા પહેલા જાણો કેટલીક મહત્વની વાત, કોઈકવાર થઈ શકે છે ભારે નુક્સાન
- તુલસીના પાન ખાવાના ગેરફાયદા
- પાન ખાતા પહેલા જાણી લો મહત્વની જાણકારી
- જાણકારી વગર પાન ખાવાથી થઈ શકે છે નુક્સાન
ભારતમાં તુલસીના છોડને પવિત્ર તો માનવામાં આવે છે અને સાથે સાથે તે મોટા ભાગના ઘરોમાં જોવા પણ મળે છે. કેટલાક લોકો તુલસીને કેટલીક વાનગીમાં મિક્સ કરીને આહારમાં લેતા હોય છે તો ક્યારેક જાણકારી વગર તુલસીના પાનને ખાવાથી નુક્સાન પણ કરી શકે છે.
તુલસીની ગરમ તાસીર લીધે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં બળતરા થાય છે. જેથી તુલસીનો ઉપયોગ ફક્ત ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. તુલસીના પાનનો વધુ પડતો ઉપયોગ કરવાથી લોહી પાતળું પણ થઈ શકે છે. એવા ગુણધર્મો તુલસીના પાનમાં જોવા મળે છે. જે લોહી પાતળું કરવા માટે જાણીતા છે. જે આરોગ્ય માટે નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે.
જો વાત કરવામાં આવે ગર્ભવતી સ્ત્રીઓની તો જો ગર્ભાવસ્થા દરમિયાન તુલસીનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે. તુલસીના વધુ પડતા સેવનને કારણે ગર્ભાવસ્થામાં પણ ઝાડા થઈ શકે છે.
તુલસીના પાન દાંત માટે પણ નુકસાનકારક હોય થઈ શકે છે. તુલસીના પાનમાં પારો તેમજ આયર્નનો તત્વો જોવા મળે છે. તેમાં થઆર્સેનિક પણ થોડા પ્રમાણમાં પણ મળી આવે છે, જે દાંતને હાનિ પહોંચાડે છે.
ડાયાબિટીસના દર્દીઓએ તુલસીના સેવનથી બચવું જોઈએ. નિષ્ણાંતો માને છે કે તુલસી બ્લડ સુગર ઘટાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જે લોકો ડાયાબિટીસ જે હાઈપોગ્લાયકેમિઆના દર્દીઓ છે અને જો સુગરની દવા લઈ રહ્યા છે સાથે જ જો તેઓ તુલસીનું સેવન કરે છે, તો તેમના બ્લડ સુગરમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. જે હાનિકારક સાબિત થઈ શકે છે.
તુલસીના પાન ખાતા પહેલા જાણકારોની તથા ડોક્ટરની પણ સલાહ લેવી અનિવાર્ય છે. કોઈપણ વ્યક્તિએ કોઈ પણ વસ્તુને જાણ્યા સમજ્યા વગર ખાવી જોઈએ નહી અથવા શરીરને નુક્સાન પણ કરી શકે છે.