Site icon Revoi.in

બાળકોના કેટલાક એવા નામ કે જે આપણી સંસ્કુતિ સાથે સંકળાયેલા છે અને આજે પણ લોકો રાખવાનું પસંદ કરે છે

Social Share

બાળકના જન્મ પહેલા જ માતાપિતા તેના નામ વિશે વિચારવાનું શરૂ કરે છે. બાળકના જન્મ પછી પરિવારના સભ્યો અને મિત્રો પણ આ કામમાં લાગી જાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના બાળકનું નામ યુનિક અને ક્યૂટ હોય. એવું પણ કહેવાય છે કે બાળકના નામનો તેના પર ઘણો પ્રભાવ પડે છે.

ખાસ કરીને  હિંદુ પરિવારોમાં રાશિ પ્રમાણે જે મૂળાક્ષર નીકળે છે, તે જ અક્ષર પર નામ રાખવાની પરંપરા હોય છે. આવી સ્થિતિમાં શ્રેષ્ઠ નામ શોધવું મુશ્કેલ કામ બની જાય છે. બાળકો માટે સારા નામની પસંદગી કરતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણો સાથે સારું નામ કેવી રીતે પસંદ કરવું તે અહીં જાણો.

નામ રાખવા વખતે બીજી એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે તે સાંભળવામાં સારું લાગતું હોય તેમજ તેનો સકારાત્મક અર્થ પણ હોવો જોઈએ 

હિન્દુ નામોની વાત કરીએ તો, આજકાલ એવા નામોનો ક્રેઝ વધ્યો  છે જે પૌરાણિક  કથાઓ ગ્રંથો સાથે સીઘો સંબંઘલ ધરાવે છે. આ એવા નામ છે જે ક્યારેય જૂના નહીં થાય. છોકરીઓ વિશે વાત કરીએ તો, સિયા , જાનકી, વૈદેહી, તારા, અવની, ધારિની, પૃથ્વી, સાનવી, લક્ષ્મીસ શનાયા , મીશા ,ગાર્ગી ,દૃષ્ટિ વગેરે જેવા નામો ક્યારેય જૂના થતા નથી અને હંમેશા તે એવરગ્રીન પણ રહે છે.

આ સાથે જ જો દિકરાઓના નામની વાત કરીએ તો જેમાં પ્રભાસ , આદિત્ય, એકાંશ ના દર્શ , શિવ, સંસ્કાર, સમ્યક, નિહાલ, મંત્ર, પાર્થ , કૃષ્ણા એ દરેક નાનમ પૌરાણિક સાથે જોડાયેલા છે જે હંમેશા નવા જ રહે છે આજકાલ વૈદિક અને પૌરાણિક નામ રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યા છે