બોલીવૂડના કેટલાક એવા સોંગ્સ ,જે તમને કૃ્ષ્ણ ભક્તિનો આપશે આનંદ, જન્માષ્ટમીનો રંગ કાન્હા ગીતો સંગ
- કૃ્ષ્ણ ભક્તિના બોલિવૂડમાં ઘણા સોંગ છે
- આજે જન્માષ્ટમી મનાવો કૃષ્ણના સોંગ સાથે
મુંબઈઃ આજે સમગ્ર દેશભરમાં કૃ્ષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, દેશભરના અનેક કૃષ્ણ મંદિરો જયકનૈયા લાલકી..ના નારા સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે દેશભરના ભક્તો આજે કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) ના રોજ ઘામઘૂમ પૂર્ક મનાવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઇ જાય છે. મથુરા હોય કે દ્વારકા, કે શામળાજી હોય કે પછી અમદાવાદનું આસ્કોન મંદિર હોય દરેક જગ્યા એ માત્ર કૃષ્ણ ભક્તિના જ દર્શન થાય છે.
બોલિવૂડ જગતના સોંગ્સ પણ આજે કૃ્ષ્ણના આ જન્મના પાવન પર્વ પર ઘૂમ મચાવી રહ્યા છે, તો ચાલો કરીે એક નજર બોલિવૂડના એવા સોંગ્સ પર કે જેના તાલ પર આજે જન્માષ્ટમીના પર્વ પર તમે ઝુમી ઉઠશો.
ફિલ્મ સંજોગ – યશોદાકા નંદ લાલા
યશોદા કા નંદ લાલા સોંગ ઠેર ઠેર સાંભળવા મળે છે, આ સોંગ દાયકા પહેલાની ફિલ્મનું છે,જો કે આજે પણ આ સોંગ અનેક જગ્યાઓ પર સંભળાઈ રહ્યું છે,બાળક્ૃષણ પર આ સોંગ ફિલ્માવામાં આવ્યું છે.
ફિલ્મ ઓહ માય ગોડ – ગો ગો ગોવિંદા
આ સોંગે તો ઘૂમ મચાવી છે, હાંડી ફઓડવાના કાર્યક્રમમાં ઠેર ઠેર આ સોંગના શૂર સાંભળવા મળી આવે છે, ગોવિંદાના નામની ગૂંજ કૃષ્ણના માટલીફોડવાના કાર્યક્રમમાં સંભળાતી હોય છે,નાના મોટા સૌ કોઈનું આ સોંગ પ્રિય છે.
ફિલ્મ ડ્રિમ ગર્લ – રાધે રાધે રાઘે
રાધે રાઘે રાઘેઃ કૃષ્ણ અને રાઘાની જોડી સમગ્ર વિશ્વમાં પૂજાય છે, રાધા વગર કૃષ્ણ અઘુરા છે તેમ કહીએ તો ખોટૂ નથી, કારણ કે દરેક ભક્ત બન્ને ના સાથે જ નામ લે છે, ત્યારે બોલિવૂડનું રાઘે રાઘે સોંગ જે ડ્રિમ ગર્લ ફિલ્મનું છે તે આજે ઘૂમ મચાવશે. આ સોંગમાં નુસરત ભરૂચા અને આયુષ્માન ખુરાના જોવા મળે છે.
ફિલ્મ બ્લફ માસ્ટર – ગોવિંદા આલારે આલા
બ્લફ માસ્ટરનું આ સોંગના તાલ પર કૃ્ષ્ણના જન્મોત્સવ પર તમે ઝિમી ઉઠશો, જ્યારે કૃ્ષ્ણનો જન્મ થતો હોય છે તે સમયે ઠેર ઠેક આ સોંગના નાદ ગૂંજી ઉઠે છે.
ફઇલ્મ ક્રિષ્ના – વો ક્રિષ્ના હે
વો ક્રિષ્ના હે…વો ક્રિષ્ના હે….આ સોંગના સૌ કોી દિવાના છે, આ સોંગ સાઁભળતા જ રગેરગમાં કૃષ્ણ ભક્તિ પ્રસરી જોય છે આ સાથે જ રાઘા કૃષ્ણના પ્રેમની અનુુભુતી થઈ આવે છે.રાધાના પ્રેમનું આ સોંગ કૃ્ષ્ણનું અભિવાદન કરે છે.
ફિલ્મ લગાન – રાધા કૈસે ન જલે
લગાન ફિલ્મનું રાઘા કેસે ન જલે સોંગ આજે પણ લોકોના હોઠ પર ગુંજી રહ્યું છે જ્યારે પણ જન્માષ્ટમીનો પાવન પર્વ આવે એટલે આ સોંગ અવશ્ય સાંભળવા મળે ને મળે જ, સાથે જ સાંસ્કૃતિ કાર્યક્રમોમાં પણ આ સોંગ પર અનેક લોકો ડાન્સ કરતા જોવા મળે છે.
ફિલ્મ બાજીરાવ મસ્તાની – મોહે રંગ દો લાલ
ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે દીપિકા પાદુકોણે મોહે રંગ દો સોંગ ગાયું હતું, આજે પણ લોકોના મોઢે આ સોંગ સરળતાથી ચઢી ગયું છઠે, કૃષ્ણના આજના આ પર્વ પર ઠેર ઠેર આ સોંગ વાગતું સાંભળવા મળે છે.