કેટલીક વાનગીઓ લાગે છે આપડા દેશની,પણ તે ભારતની નથી, જાણો તેના વિશે
- બ્રેડ-પકોડાની વાત અલગ છે
- ગુલાબજાંબુ આપડા દેશની વાનગી નથી
- સમોસાની હકીકત જાણો
ઘણા લોકો ખાવાના શોખીન હોય છે અને વિવિધ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. નાસ્તામાં લોકો મોટાભાગે સમોસા, ગુલાબજાંબુ, જલેબી, ચા, બ્રેડ પકોડા જેવી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે,તો ઘણાને નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયા હશે.આ સ્વાદિષ્ટ વસ્તુઓને જોયા પછી ખુદને નહીં જ રોકી શકો.જે લોકો ખાવાનું પસંદ કરે છે, તેમના માટે આ વસ્તુઓ જીવન સમાન છે. સામાન્ય રીતે આપણે ભારતમાં જે નાસ્તા ખાઈએ છીએ, હકીકતમાં આ સામાન્ય વસ્તુઓ વાસ્તવમાં ભારતીય નથી.
કેટલાક એવા ફૂડ આઈટમ છે,જે એક સમયે વિદેશી વેપારીઓ સાથે ભારતમાં પ્રવેશ્યા હતા. પરંતુ તેમનો સ્વાદ દરેકની જીભ પર ચડ્યો અને પછી તેઓ ભારતમાં સ્થાયી થયા.તો,ચાલો જાણીએ એવી ફૂડ આઈટમ્સની લિસ્ટ વિશે :
સમોસા
સમોસા બધાને ખૂબ જ પસંદ આવે છે. સાંજે હોય કે સવારે ગમે ત્યારે લોકો ખાતા હોય છે.પરંતુ શું તમે જાણો છો કે,સમોસા ભારતનો ખોરાક નથી. વાસ્તવમાં સમોસા મધ્ય પૂર્વના દેશોમાંથી આવ્યા હતા. એક સમયે તે ‘સમ્બોસા’ તરીકે ઓળખાતું હતું.
ગુલાબજાંબુ
ગરમાગરમ ગુલાબજાંબુ ખાવાનો કંઇક અલગ જ સ્વાદ હોય છે. દરેક લોકો ગુલાબજાંબુના દિવાના છે. દરેક ફંકશનનું ગૌરવ વધારતી આ વાનગી ફારસી દેશોમાંથી ભારતમાં આવી હતી. એવું કહેવાય છે કે તે ‘લોકમા’ અથવા ‘લુકમત-અલ-કાદી’ તરીકે ઓળખાય છે.
જલેબી
જલેબીનો અલગ જ સ્વાદ છે. દહીં અને જલેબી ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે. જલેબી પણ ફારસી અને અર્બ દેશોમાંથી આવી હોવાનું કહેવાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે,તેના નામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ચા
જી હા, જે ચા વગર દિવસ અધૂરો છે અને દરરોજ સવારની શરૂઆત થાય છે, તે ચા પણ ભારતની નથી.ભારતીયોને પસંદ આવતી ચા બ્રિટનથી આવી છે
બિરયાની
હૈદરાબાદી બિરયાની ભારતમાં ખૂબ પ્રખ્યાત છે, લોકો ઘણીવાર વિચારે છે કે બિરયાનીના જનક હૈદરાબાદના છે. પરંતુ એવું નથી, બિરયાની પહેલીવાર ભારતમાં બની હતી અને અહીંથી વિદેશમાં પણ ગઈ છે. બિરયાની તુર્કની પરંપરાગત વાનગી છે.
દાળ અને ચોખા
દાળ ભાત ઉત્તર પૂર્વીય લોકોનો પ્રિય ખોરાક છે. એટલા માટે લોકો માને છે કે આ વાનગી અહીંની જ છે. પરંતુ વાસ્તવમાં દાળ ભાતની રેસિપી પાડોશી દેશ નેપાળથી આવી છે.