- ટિંડોડામાં હોય છે વિટામીન-સી
- રોરપ્રતિકારક શક્તિને બનાવે છે મજબૂત
શિયાળો અટલે શાકભાજીની મોસમ ,આ સિઝનમાં અવનવા લીલાછમ શાકભાજી માર્કેટમાં આવતા હોય છે ખાસ કરીને આપણે લીલું લસમસ લીલા કાંદા અને લીલી ભાજીનું તો સેવન કરતા જ હોઈએ છીે પમ આજે વાત કરીશું ટિંડોળાની જેને ઘણા લોકો ગિલોરા પણ કરે છે, જે વાળમાં ઉગે છે ,સૌરાષ્ટ્રમાં ફાટડા ગાઠિયા સાથે બેસનમાં તેનો સંભારો પણ બનાવવામાં આવે છે તો ગુજરાત ભરના ગામોમાં તેનું શાક પણ બનાવવામાં આવે છે.
ટિંડોળામાં અનેક પોશક તત્તવો જોવા મળે છે.પ્રાચીન કાળથી ટીંડોળા ભારત અને શ્રીલંકામાં ડાયાબિટીઝ માટેની આયુર્વેદિક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.કેલાનીયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સં
- શોધન મુજબ, કાચા ટીંડોળા પાંદડામાં લોહીમાં શર્કરાનું સ્તર ઓછું કરવાના ગુણધર્મો છે.
ટિંડોળાના સેવનથી ફાપાચક તંત્રના આરોગ્યમાં સુધારો થાય છે. ડાયેટરી ફાઇબર તમારા સ્ટૂલનું વજન અને કદ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેને નરમ પણ બનાવે છે. ટીંડોળા લેવાથી પાઈલ્સ, ગેસ્ટ્રો-એસોફેજીઅલ રિફ્લક્સ રોગ અને કબજિયાત જેવી સમસ્યામાંથી છૂટકારો મળે છે. - ટિંડોળા ખાવાથી ચયાપચયને વધારે છે, જે મેદસ્વીપણાને દૂર કરે છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.પાચન શક્તિ સુઘરે છે.
- ટિંડોડાનું સેવન કરવાથી શરીરમાં ક્યારેય થાક લાગતો નથી.આયર્નની અછત ઘણીવાર શરીરમાં નબળાઇ, તીવ્ર થાક અને અન્ય આરોગ્ય સંબંધિત બીમારીઓનું કારણ બની શકે છે. ટીંડોળા માં 1.4 મિલિગ્રામ આયર્ન છે, જે આ સમસ્યાનું નિવારણ છે
- ખાસ કરીને જો તમે તમારા શરીરને બ્લડ શુગર, મેદસ્વીતા, પેટની સમસ્યાઓ, હ્રદયરોગથી બચાવવા માંગતા હોવ તો ટીંડોળા ને તમારા આહારમાં શામેલ કરો.તમે તેને સંભારા તરીકે પણ ખાઈ શકો છો.