તમારા ખરતા વાળ માટે જવાબદાર છે કેટલીક તમારી ખરાબ આદત, જો તમારા વાળ ખરે છે તો બદલી દો તમારી કેટલીક ટેવ
- ભીના વાળમાં ક્યારેય તેલ ન નાખવું જોઈએ
- વાળને વોશ કરતા પહેલા વાળમાં તેલ ચોક્કસ લગાવી જ લેવુંટ
- તેલ લગાવ્યા બાદ 30 મિનિટ પછી વાળ ઘોવા
આપણે સૌ કોઈ ઈચ્છે છીએ કે આપણે સુંદર દેખાઈએ સાથે આપણા વાળ પણ સરસ બને વાળની સંભાળ માટે તમે ઘણી પ્રોડક્ટ યૂઝ કરતા હશો ,પરંતુ ઘણીવાર એવું બને છે કે તમારા વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં વાળ ખરવાથી બચવા માટે તમારે કેટલીક તમારી આદતો તમારે બદલવી જોઈએ. કેટલીક એવી ભૂલોને કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.તો ચાલો જાણીએ એવી કઈ ભૂલો છે જે ન કરવી જોઈએ જો તમે આ ભૂલ નહી કરો તો તમારા વાળ ખરતા અટકી શકે છે.
દરરોજ વાળમાં શેમ્પૂ ન કરવું જોઈએ
ઉનાળામાં અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 વખત તમારા વાળને શેમ્પૂ કરો, પરંતુ જો તમારા વાળ ચોખ્ખા હોય અને દૂર્ગંઘ ન આલવતી હોય તો તમે આમ કરી શકો છો,અઠવાડિયાના 7 દિવસમાંથી 2-3 વખતથી વધુ શેમ્પૂ ન કરવું જોઈએ. તમે ડ્રાય શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારા વાળમાંથી વધારાનું તેલ દૂર કરે છે.
ભીના વાળને ક્યારેય કાંસકો ન કરો
બહાર જતા પહેલા વાળને સારી રીતે સુકાવો નહીંતર જો તમારા વાળ કોરા ન થયા હોય તો વાળ ખીર શકે છે.જો વાળ ભીના હોય તો તેને રુમાલ વડે કવર કરી શકો છો પરંતુ ભીના વાળ પર કાંસકો ક્યારેય ન કરવો જોઈએ,વાળને કોરો કરી ત્યાર બાદ તેને કાંસકા વડે સેટ કરી શકો છો.
વાળ ભીના હોય ત્યારે તેલ ગલાવાનું ટાળો
જે લોકોને હંમેશા વાળમાં તેલ લગાવવાની આદત હોય છે, તેઓ ક્યારેક ભીના વાળમાં પણ તેલ લગાવે છે. ઉનાળાની ઋતુમાં ભેજને કારણે વાળમાં પરસેવો આવે છે. ભીના વાળમાં ક્યારેય કાંસકો કે તેલ ન લગાવો.તેલ લગાવાથી ભેજ જેવા વાળ બને છે પરિણામે ખરવાની ફરીયાદ રહે છે જેથી વાળને સુકવીને પછી જ તેલ લગાવો
રુમાલ વડે વાળને ઝટકવા ન જોઈએ
તમારા વાળને ક્યારેય વધુ પડતા રગડીને ન ઘોવો,આનમ કરવાથી વાળ મૂળમાંથી પણ તૂટે છે,આ સાથે જ આવું કરવાથી ક્યારેક તમને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. તમારે ભીના વાળને ટુવાલ વડે સૂકવવા જોઈએ. ભીના વાળને ઘસવાથી વાળ ખરવા લાગે છે.રુમાવ વડે વાળને ઝાટકવાની આદત છોડી દેવી જોઈએ