હાલ ઉનાળાની ગરમી શરુ થઈ ચૂકી છે, ત્યારે વિશ્વના કેટલાક એવા સ્થળો પ મછે કે જ્યાં ગરમી 50 ડિગ્રીનો પારો પણ વટાવે છે,તમે કલ્પના પમ નહી કરી શકો કે ત્યા કઈ રીતે રહી શકાય એટલી ગરમી પડતી હોય છે.જ્યા આપણે 40 થી 43 ડિગ્રી તાપમાનમાં ત્રાહીત્રામ પોકારી ઉઠીએ છે ત્યા આવા વિસ્તારોમાં જવું તો હિમ્મતવાળા લોકોનું જ કામ છે.
ઇથોપિયા દનાકિલ રણનું -આફ્રિકા ખંડના ઇથોપિયાના દનાકિલ રણમાં આખું વર્ષ સરેરાશ તાપમાન ૪૮ થી ૫૦ ની વચ્ચે રહે છે.દુનિયામાં ગરમી અને ઠંડીની વિસમ આબોહવા ધરાવતા અનેક સ્થળો છે પરંતુ દનાકિલમાં બારે મહિના અને ૨૪ કલાક તાપમાન ૪૮ ડિગ્રી આસપાસ રહે છે.
કેલિફોર્નિયાની આ ડેથવેલી -ડેથવેલી તેના નામ મુજબ જ મુત્યુની ખીણ જેવું સ્થળ પૂર્વ કેલિફોર્નિયામાં આવેલું છે. અહીં અનેક સ્થળોએ લોકો ગરમીના કારણે સ્થળાંતર કરીને કાયમને માટે જતા રહયા છે. આથી આ સ્થળ ભુતિયા ઘરો હોય તેવું પણ ભાસે છે. ડેથવેલીનું તાપમાન ૫૦ ડિગ્રી આસપાસ રહે છે.
ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડ- વિશ્વના સૌથી સૂકા વિસ્તારમાં આ સ્થળનું નામ આવે છે. આ એટલો સૂકો વિસ્તાર છે કે ૨૦૦૩માં દુષ્કાળ પડયો ત્યારે નાસાના એકવા સેટેલાઇટે આ સ્થળનું તાપમાન ૬૯.૩ ડિગ્રી હોવાનું માપ્યું હતું. પાણી માટે તરસતા આ વિસ્તારમાં વરસાદ નહિંવત પડે છે.
ટયુનિશિયાનું કેબિલી અને સુડાનનું હાઇફાવાદી -કેબિલીએ આફ્રિકી દેશ ટયુનેશિયાનો રણ વિસ્તાર છે. આ રણ વિસ્તારની બાજુમાં વસેલા શહેરનું નામ પણ કેબિલી છે. આ શહેર રેગિસ્તાનની ગરમ લૂ અને તડકાથી આખું વર્ષ શેકાતું રહે છે. આ કેબિલીનું તાપમાન ૫૫ ડીગ્રી સુધી પણ નોંધાયેલું છે. ૫૦ ડિગ્રી સુધી તાપમાનનું જવુંએ નવાઇ ગણાતી નથી.
ચીનની તુરપન ખીણ – ૨૦૦૮માં તુરપનનું તાપમાન ૬૬.૮ ડિગ્રી રેકોર્ડ થયું હતું. તુરપનએ રેગિસ્તાન નહી પરંતુ પહાડી વિસ્તાર છે. લાલ રંગના પથ્થરોવાળો આ પહાડી વિસ્તાર અંગારા જેવો ગરમ બની જાય છે.
ટિંબકટુ -સહારાના રણની નજીકના આ સ્થળે ભયંકર ગરમી પડે છે. આ સ્થળ નાઇજર નદીની પાસે વસેલું છે. શહેરની ગલીઓ અને રસ્તા પર સહારા રણની રેતીઓની ડમરીઓ ઉડતી નજરે પડે છે.આ શહેરમાં હાઇએસ્ટ તાપમાન ૫૪.૫ ડિગ્રી નોંધાયેલું છે.