- કોરોનામાં રાહત
- છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઉતાર ચઢાવ આવતો જોવા મળી રહ્યો છે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસોમાં થોડી રાહત જોવા મળી છે, આ સાથે જ છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો કોરોનાના કેસ 14 હજારથી વધુ નોંધાયા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કુલ 14 હજાર 880 નવા કેસ સામે આવ્યા છે સાથ જ આ સમાનગાળામાં કોરોનાના 36 દર્દીઓના મોત થયા હોવાની પૃષ્ટિ પણ કરવામાં આવી છે.
જો કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે જેથી હવે સક્રિય કેસ 3 હજાર 365 ઘટીને 1 લાખ 47 હજાર 512 રહ્યા હતા. ત્રણ દિવસ પહેલા સક્રિય કેસો વધીને 1 લાખ 50 હજારને પણ પાર પહોંચી ચૂક્યા હતા.
ત્રણ દિવસ પહેલા નવા દર્દીઓની સંખ્યા 21 હજારને વટાવી ગઈ હતી, પરંતુ હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને સોમવારે કોરોનાના 16 હજાર 866 નવા કેસો સામે આવ્યા હતા.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 18 હજાર 159 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. દૈનિક હકારાત્મકતા દરની જો વાત કરીએ તો 3.48 ટકા જોવા મળે છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 4.53 ટકા જોવા મળે છે. કોરોનાના પરિક્ષણની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 4,26,102 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 30,42,476 કોરોના રસી આપવામાં આવી છે.