Site icon Revoi.in

આ રાજ્યોના કેટલાક વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફ્તમાં યાત્રા કરવાની મળશે તક

Social Share

દિલ્હીઃ ભારતની રેલ્વે યાત્રાને વઘુ સરળ બનાવે તે માટે દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવ્યો છે જેના કારણે લાંબાગાળઆનું અંતર ઓછા સમયમાં કાપી શકાય અને જ્યાં ત્યા સમય કરતા પહેલા પહોંચી શકાય ત્યારે હવે ઓડિશામાં કેટલાક વિદ્યાર્થીઓને આ વંદે ભારત ટ્રેનની મફ્તમાં મુસાફરી કરવાની તક મળી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી જો કે તેમા માટે કેટલાક જ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે કે જે મફ્તમાં આ ટ્રેનમાં યાત્રા કરી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ એક ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશએ.

વિતગ અનુસાર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ઓડિશાના પસંદગીના વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફત મુસાફરી કરવાની તક આપવામાં આવશે. સરસ્વતી વિદ્યા મંદિરના 50 વિદ્યાર્થીઓને સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવશે, જેમને વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાની તપ મળશે.

 રેલ્વેમંત્રીએ કટકમાં સરસ્વતી વિદ્યા મંદિર શાળાના નિર્માણ પહેલા ભૂમિપૂજન દરમિયાન આ જાહેરાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, ‘જ્યારે વિદ્યાર્થીઓએ વંદે ભારત ટ્રેન જોઈ, ત્યારે તેમનામાં તેમાં મુસાફરી કરવા માટે ઉત્સુકતા જાગી. આ માટે આ સ્પર્ધા દ્વારા 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તેમને ટ્રેનમાં મુસાફરી કરવાની તક આપવામાં આવશે.