OTT પ્લેટફોર્મ ઉપર સેન્સરશીપ નહીં હોવાનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવે છેઃ કોમેડિયન સુનીલ પાલ
મુંબઈઃ કોમેડિયન સુનીલ પાલ અવાર-નવાર વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે બોલીવુડના અભિનેતા મનોજ વાજપાયી અને વેબ સિરીઝ ધ ફેમિલી મેન ઉપર આક્ષેપ કર્યાં છે. તેમજ મિર્ઝાપુરની પણ ટીકા કરી છે.
કોમેડિયન સુનીલ પાલે જણાવ્યું હતું કે, જો કંઈ થઈ રહ્યું છે તે થવાનું જ હતી અને આ જરૂરી પણ છે. મોટા લોકો વેબ સિરીઝ હોય કે અન્ય જગ્યા ઉપર સેન્સરશિપ ના હોવાના ફાયદા ઉઠાવે છે. હાલ જે વેબ સિરીઝ બની રહી છે જે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી હોતી નથી. રિપોર્ટ અનુસાર તેમને રાજ કંદ્રા સામે થયેલા કેસ અંગે પૂછવામાં આવ્યું હતું.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર સેન્સરશિપ નહીં હોવાથી કેટલાક લોકો તેનો ગેરફાયદો ઉઠાવે છે. તેમજ એવી સિરીઝ બનાવે છે કે તમે પરિવાર સાથે બેસીને જોઈ પણ ન શકો. હું ખાસ કરીને કેટલાક લોકોના નામ પણ આપીશ. હું ખુબ જ નફરત કરું છું આ ત્રણ-ચાર લોકોથી. જેમ કે મનોજ વાજપાયી.
તેમણે વધુમાં કહ્યું કે, મનોજ વાજપાયી ગમે એટલા મોટા કલાકાર હોય પરંતુ તેમના જેટલા ખરાબ વ્યક્તિ મે જોયા નથી. દેશે તમને પદ્મ શ્રી થી સન્માન કર્યું છે. આપ ફેમિલી ઓડિયન્સ માટે શું કરી રહ્યાં છો, આપ એક વેબ સીરિઝ બનાવો છો તેમાં પત્નીનું બીજા પુરુષ સાથે સંબંધ છે. તેમજ આપનું પણ અન્ય અફેર છે. સગીર દીકરી પોતાના બોયફ્રેન્ડની વાત કરે છે. શું આ પરિવાર જોઈ શકે.
તેમણે અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, શ્રેતા ત્રિપાઠી સ્ટાર મિર્ઝાપુરની પણ ટિપ્પણી કરી હતી. તેમમે કહ્યું કે, મિર્ઝાપુર કેટલાક બીમાર લોકોએ બનાવી છે. હું તેમનાથી નફરત કરું છું. આ બધા ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. આપણે જોઈએ છીએ તે પોર્ન નથી પરંતુ વિચારોમાં પણ અશ્લિલતા પોર્ન જ છે.
(Photo - Social Media)