- તજના રસોઆ સિવાય પણ કેટલાક ઉપયોગો
- તજ શરદીમાં ફાયદાકારક
દિલ્હીઃ-પ્રાચીન કાળથી ભારતમાં મસાલાનું ઘણું મહત્વ રહેલું છે, મસાલાઓ કિચનના સ્વાદથી લઈને શરીરને પણ તંદુરસ્ત રાખે છે ,જો મસ,મલાને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે ખબૂ જ ફાયદા કારક છે, આ મસાલામાં એક મહત્વનો મસાલો તજ છે, તજ સામાન્ય રીતે લાકડા જેવો દેખાવ ધરાવે છે, અને આ તજ ઝાડની છાલ હોય છે, જે સ્વાદથી લઈને સુંગધમાં ખૂબજ સરજ છે.
તજની તાસિર ગરમ હોય છે,એટલે તેનો ઉપયોગ આમતો ચોક્કસ પ્રમાણમાં કરવામાં આવે તે સારી વાત છે, તજના પાવડરનું સેવન શરદી માટે ખૂબજ ફાયદા કારક છે.
તજ અને મધના મિશ્રણથી આરોગ્યને લાભ થાય છે.
- તજમાં વિટામિન ઇ, કેલ્શિયમ, આયર્ન અને જસત જેવા મહત્વપૂર્ણ વિટામિન હોય છે
- તજ અને મધ ડાયાબિટીઝ માટે ફાયદાકારક છે.
- તજ એન્ટીઓકિસડન્ટ ફ્લેવોનોઇડ્સનો સારો સ્રોત છે જે ઇન્સ્યુલિન જેવું કામ કરી આપણા શરીરને સારુ બનાવે છે
- તજ અને મધનું આ મિશ્રણ કાર્યાત્મક ઉર્જા પ્રદાન કરી શકે છે.
- તજ અને મધ નું મિશ્રણ આપણી પાચન ક્ષમતામાં સુધારો કરે છે
- તજનું સેવન પાચક સિસ્ટમને પણ મજબુત બનાવે છે.
- તજ અને મધ નું મિશ્રણ પેટ અને આંતરડામાંથી ગેસ દૂર કરે છે અને શરીરને હળવું રાખે છે
- તજના સેવનથી પેટના ગંભીર દુખાવામાં પણ રાહત મળે રે છે.
- તજ તેના એન્ટિમાઇક્રોબાયલ ગુણ માટે ખાસ વખણાય છે.
- તજ અને મધ નું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિ માટે ખાસ ઉપયોગી છે.
- આ મિશ્રણ તેના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મના કારણે શરદી અને તાવ ના લક્ષણો સામે રક્ષણ આપે છે.
- તજના સેવનથી સાંધાનો દુખાવો અને હાડકાંના દુખાવો પણ દૂર થાય છે.
સાહિન-