‘જુગાડ ગાડી’ ખેંચવાના ચક્કરમાં કારની હાલત થઇ કંઇક આવી
- કારથી ‘જુગાડ ગાડી’ ખેંચવાની કોશિશ
- પછી કારની હાલત થઇ કંઇક આવી
- જોઈને તમે હસતા જ રહી જશો
‘જુગાડ’થી બનેલા વાહનોનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે.દરેક જગ્યાએ કોઈને કોઈ જુગાડ વાહન જોવા મળે છે.આવા જુગાડ વાહનોને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે, જે ખૂબ જ ફની હોય છે.આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગશો. આમ તો જુગાડ ગાડીઓ ખૂબ જ કામ આવે છે, પરંતુ તેમના કારણે અન્ય કોઈને નુકસાન થયું હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ કંઈક આવું જ વાયરલ વીડિયોમાં જોવા મળે છે.
વાસ્તવમાં, એક જુગાડ ગાડી કાદવમાં ફસાઈ જાય છે,તેને કાઢવા માટે કારનો ઉપયોગ કરવામાં આવે છે,પરંતુ પછી કંઈક એવું થાય છે કે,કાર માલિકને મોટું નુકસાન થાય છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે,કેવી રીતે જુગાડ કાર કાદવમાં ફસાઈ ગઈ છે અને 2-3 લોકો તેને બહાર કાઢવા પાછળથી ધક્કો મારી રહ્યા છે.આ ઉપરાંત તે જુગાડ કારને ખેંચવા માટે એક કાર પણ સામે ઉભી હોય છે,પરંતુ જેવી કાર દોરડા વડે ખેંચવાનો પ્રયાસ કરે છે, જુગાડ કારને કંઈ થતું નથી, પરંતુ કાર ચોક્કસ બે ટુકડામાં વહેંચાઈ જાય છે.હવે દરેક જણ આ આશ્ચર્યજનક દ્રશ્ય ધ્યાનથી જોવાનું શરૂ કરે છે.આ ખરેખર આશ્ચર્યજનક દૃશ્ય છે, કારણ કે,સામાન્ય રીતે કોઈ વાહન એટલું નબળું હોતું નથી કે તે બે ભાગમાં તૂટી જાય.
Car – Made in ______. 😅#FillTheBlank pic.twitter.com/CnvbFoimlM
— Dipanshu Kabra (@ipskabra) March 8, 2022
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વીડિયો શેર કર્યો છે અને મજાકિયા અંદાજમાં પૂછ્યું છે કે, આ કાર ક્યાં બનાવવામાં આવે છે.
તો અન્ય લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી છે.મોટાભાગના લોકોએ આ કારને ચીનની હોવાનું જણાવ્યું છે તો કેટલાક લોકો તેને પાકિસ્તાનની હોવાનું પણ કહી રહ્યા છે.