‘સરદાર ઉધમ’ ફિલ્મનું કંઇક આ રીતે રહ્યું IMDB રેટિંગ, વિક્કી કૌશલે દર્શકોને કહ્યું ‘આભાર’
- વિક્કી કૌશલ ફિલ્મ ‘સરદાર ઉધમ’ને સારો પ્રતિસાદ
- વિક્કીએ દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો માન્યો આભાર
- હાલ વિક્કી કૌશલ ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત
મુંબઈ: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ એમેઝોન પર 16 ઓક્ટોબરે રિલીઝ થઈ ગઈ છે. અભિનેતા તેની ફિલ્મ સરદાર ઉધમ સિંહનું સતત પ્રમોશન કરી રહ્યા છે. અભિનેતાએ હવે આ ફિલ્મ સરદાર ઉધમ સિંહ અને દિવંગત અભિનેતા ઈરફાન ખાનને સમર્પિત કરી છે. અભિનેતા વિક્કી કૌશલ સરદાર ઉધમની સફળતાનો આનંદ માણી રહ્યા છે.
વાસ્તવમાં ઈરફાન ખાન આ ફિલ્મ કરવાના હતા. પરંતુ તબિયતના કારણોસર તેમણે ના પાડી દીધી હતી. થોડા દિવસો પહેલા ઈરફાન ખાનની પત્ની સુતાપાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈરફાન ખાન આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે ફિલ્મની ના પાડી દીધી હતી. જો કે ઈરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ અવસાન થયું હતું.
આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. IMDb પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મોમાંની એક બની ગઈ છે. અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. ફિલ્મને IMDb પર 9.2 રેટિંગ મળ્યું છે. અત્યાર સુધી ફિલ્મને યુઝર જનરેટેડ ડેટાબેઝ પર 7,300 મત મળી ચુક્યા છે.
વિક્કી સરદાર ઉધમને લઈને ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના કામની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આઈએમડીબી (IMDb)ની રેન્કિંગનું પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું, “9.2 તમે બધાએ તો ઉધમ મચાવી દીધો છે. આટલો પ્રેમ આપવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ”