- ખુશીના આંસુ નિકળવા પાછળનું કારણ
- હસતા-હસતા કેમ નીકળે છે આંસુ
- આ પાછળ છે વૈજ્ઞાનિક કારણ
આવું અનેક વાર લોકોની સાથે થયું હશે અથવા જોયું પણ હશે કે ક્યારેક કોઈ વ્યક્તિ હસે ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી જતા હોય છે, પણ આ પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વાત એવી છે કે એક રિપોર્ટ મુજબ હસતી વખતે આંસુ આવવા પાછલ 2 કારણો જવાબદાર હોય છે. આમાં પહેલું કારણ છે કે જ્યારે આપણે ખુલીને હસીએ છીએ ત્યારે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે. જ્યારે પણ આવી સ્થિતિ સર્જાય ત્યારે મન પર અંકુશ આપણી લૅક્રિમલ ગ્રંથિઓમાંથી દૂર થઈ જાય છે. જેથી તમે ખુશ હોવા છતા તમારી આંખમાં આંસુ આવી જાય છે.
ખુશીના આંસુ આવવાની સમગ્ર પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. ઘણા લોકો ઓછું રડે છે, જ્યારે ઘણા લોકો ખૂબ જ ઝડપથી લાગણીશીલ થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને સ્ત્રી કે પુરુષ હોવાનો આ સમગ્ર પ્રક્રિયામાં ફરક પડે છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ લાગણીશીલ હોય છે. જેથી મહિલાઓ જ્યારે વધુ હશે છે તો ઝડપથી તેમની આંખમાં આંસુ આવી જતા હોય છે.
મહત્વનું છે આપણે રડીએ કે હસતી વખતે બંને આંખમાં આંસુ આવતા હોય છે. પરંતુ પહેલાં કઈ આંખમાં આસુ નીકળે છે તેના માટે કારણો હોય છે. હસતા અને રડતા સમયે ખુશીનું પહેલું આંસુ જમણી આંખમાંથી નીકળે છે. અને જ્યારે દુખી થશો ત્યારે દુ:ખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે.