- તીખી લસણની ચટણી ખાવી ફાયદાકારક
- સ્વાસ્થ્યને આ રીતે થાય છે મદદરૂપ
- રોજ સેવન કરવું પડી શકે ભારે
ભારત દેશના કોઈ પણ રાજ્યમાં જઈને કોઈપણ પ્રકારનો ખોરાક તમે ખાવ, તમને તેની સાથે લસણની તીખી ચટણી અથવા કાંઈક અન્ય તીખી વસ્તું પણ મળી તો રહે જ, ભારતમાં લોકો તીખી વસ્તુ ખાવાના પણ શોખીન હોય છે અને હવે વાત એવી છે કે તીખુ ધમધમાટ ક્યારેક ખાવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક પણ છે.
ભારતમાં કોઈપણ પ્રકારની વાનગી બનાવવા માટે લસણ એક મુખ્ય સામગ્રી છે, અને જાણકારો પણ કહે છે કે નિયમિત રીતે લસણ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ પણ ઓછું થઈ શકે છે.
ઇડલી, ઢોંસા અથવા તાજા બનાવેલા ગરમ પરોઠા સાથે પીરસવામાં આવતી ફુદીના કોથમીરની ચટણી પણ ખુબ ફાયદાકારક છે. ફુદીનો અને ધાણા બંને પાંદડા વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, તેમાં પૂરતા પ્રમાણમાં ડાયેટ્રી ફાઇબર પણ હોય છે.
આમલી વિટામિન B1, B2, B3 અને B5 તેમજ મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. આમલી ફ્લેવોનોઈડથી પણ ભરપૂર છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કાચી કેરીમાં વિટામીન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ખનિજો અને એન્ટીઓકિસડન્ટ પણ ભરપુર હોય છે. આ કાચું ફળ ખૂબ જ પૌષ્ટિક છે.