- નખ અને વાળ કાપવાથી નથી થતો દુખાવો
- આ માટે નું જાણો ખાસ કારણ
સામાન્ય રીતે દરેક માણસના મનમાં ઘણા સવાલો ઉદ્ભવતો હોય છે, એમાનો એક સવાલ એ પણ છે કે જ્યારે આપણા શરીરના કોઈ પણ ભાગ પર વાગ્યું હોય ત્યારે દુખાવાનો એહસાસ આપણા હ્દયને થાય છે, જેમ કે આગંળીમાં વાગવું, હાથ છોલાઈ જવું કે કંઈ પણ,પણ એક સવાલ એ છે કે નખ અને વાળ કાપીે છીે ત્યારે શા માટે કોઈ પણ જાતનો દુખાવો થતો નથી.
ત્યારે આજે તમારા સવાલનો જવાબ લઈને આવ્યા છે કે શા માટે નખ અને વાળ બે જ વસ્તુઓ એવી છે કે જે શરીર સાથે ડોડાયેલી હોવા છત્તા તેને શરીરથી જૂદા કરતી વખતે એટલે કે કાપતા વખતે જરાપણ ગુખાવો થતો નથી.
આવું એટલા માટે થાય છે કે તે મૃત કોષોથી બનેલા છે. આને ડેડ સેલ્સ પણ કહેવામાં આવે છે. નખ એ આપણા શરીરની એક ખાસ રચના છે જે ત્વચામાંથી જન્મ લેતી હોય છે. તેઓ કેરાટિન નામના પદાર્થમાંથી બનતી આવે છે. કેરાટિન એક પ્રકારનું નિર્જીવ પ્રોટીન ગણાય છે. નખનો આધાર આંગળીની ચામડીની અંદર હોય છે. નખની નીચેની ત્વચા શરીરના બાકીના ભાગ જેવી હોય છે. પરંતુ તેમાં લવચીક તંતુઓ છે.જેથી તે બહાર ઉગ્યા બાદ તેને શરીરથી દૂર કરતી વખતે કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થતો
જ્યારે વાળની રચના પણ કંઈક આવી જ હોવાથી તેને પમ જ્યારે માથામાંથી દૂર કરીએ છે તો દુખાવો થતો નથી,નખ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેઓ આપણને વસ્તુઓ પસંદ કરવામાં અને કલાત્મક કાર્ય કરવામાં મદદ કરે છે. તેઓ આપણી આંગળીઓના છેડાને પણ સુરક્ષિત કરે છે. વાળ અને નખને સામાન્ય રીતે ડેડ સેલ્સ કહે છે જેના કારણે તેને શરીરથી દુર કરવામાં પેઈન નથી થતું