અમદાવાદઃ હોળી-ધૂળેટીના પર્વને લઈને ગુજરાતના તમામ યાત્રાધામો પર ભાવિકોની ભીડ જોવા મળી હતી. આજે હોળી પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને સવારે અબીલ ગુલાલનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે મંદિર પરીસરમાં હોલીકા પૂજન સાથે હોળી પ્રગટાવવામાં આવશે. રંગોના તહેવારના બે દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામમાં ઉમટશે તેવી આશા સેવાઇ રહી છે. જેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી છે.
બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરે આજે દાદાના દર્શન માટે આજે શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યા હતા. રંગોના તહેવાર હોળી-ઘુળેટી પર્વની ભોળાનાથના સાનિધ્યમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે હોળીના દિવસે સવારે સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતી સમયે અબીલ ગુલાલ અને ગુલાબનો વિશિષ્ટ અલોકીક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન સોમનાથને કરાયેલા આ દિવ્ય શણગાર અને આરતીના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. જ્યારે બપોરે મધ્યાહ્નન પૂજા અને આરતી કરવામાં આવી આવી હતી. અને સાંજે સાય પૂજન આરતી કરવામાં આવશે. જ્યારે સાંજે 8:30 વાગ્યે મંદિર પરીસરમાં હોલીકા પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવશે તેમ મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું
આજ અને આવતીકાલે બે દિવસ તહેવારના રજાના દિવસો હોવાથી યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. યાત્રિકા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતી માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આજે સાંજે સાંજે 8:30 વાગ્યે મંદિર પરીસરમાં હોલીકા પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવશે.