સોમનાથ મંદિરઃ દર્શન માટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન-ઓફલાઈન પાસ અપાશે
વેરાવળઃ દેશના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને આજથી 17મી જુલાઇ ને શનિવારથી પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યો છે. સાથે જ શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડિયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજે તા.17–જુલાઇથી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે 6-00 વાગ્યાથી રાત્રિના 10-00 વાગ્યાનો રહેશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના જણાવ્યા મુજબ મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ સભામંડપ કે નૃત્યમંડપમાં કોઇને ઊભા રહેવા દેવામાં આવશે નહીં. વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઈ પણ યાત્રિક આરતીમાં તેમજ પણ ઊભા રહી શકશે નહીં. દર્શનાર્થે આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે.
દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. સાથે જ કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે, ફરજ પરના પોલીસ, એસઆરપી, સિક્યોરિટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.