કોલકત્તા: ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સતત વધારો થઈ ગયો છે આ દરમિયાન અનેક જગ્યાએથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જોકે કલકત્તાની એક હોસ્પિટલમાં કોરોના પીડિત માતા અને દીકરા વચ્ચે થયેલો સંવાદ અને હોસ્પિટલમાં બેઠેલી માતા માટે ગાયેલા એક સુંદર ગીત ના વિડીયો એ અનેક લોકોની આંખોમાં ખુશીના આંસુ લાવી દીધા હતા. ક્રાય માતા માટે મેરા તુજસે હે પહેલે કા નાતા કોઈ… ગીત ગાયું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હજારો લોકોએ નિહાળી ને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
વાત જાણે એમ છે કે કલકત્તામાં આવેલી એક જાણીતી હોસ્પિટલમાં 47 વર્ષીય મહિલા કોરોના ની સારવાર લઈ રહી છે હોસ્પિટલમાં સેવા આપતી દીપશિખા નામની મહિલા તબીબ પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહી હતી ત્યારે આ મિલાય તમને પોતાના દીકરા સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી મહિલા ડોક્ટરે વિડીયોકોલ મારફતે આ માતાનો દીકરા સાથે સંપર્ક કરાવ્યો હતો. વિડીયોકોલ માં દીકરાએ માતાના ખબરઅંતર પૂછ્યા બાદ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે ગીત ગાયું હતું. કિશોર કુમાર ના કંઠે ગવાયેલું ઓરીજનલ ગીત કેટલીક પંક્તિઓ દીકરાએ ડાઈ હતી.
તેરા મુજસે પહેલે કા નાતા કોઈ ગીત ગાતા વિડીયો કોલ પર હાજર માતા મહિલા તબીબ તથા અન્ય દર્દીઓ ની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. મહિલા તબીબે માતા અને દીકરા વચ્ચે થયેલા આ સંવાદ ને કેમેરામાં કેદ કર્યો હતો. તા અને દીકરા વચ્ચે થયેલા સંવાદ અને દીકરા માતા પ્રત્યે વ્યક્ત કરેલી પ્રેમની લાગણીઓ નો વિડીયો મહિલા તબીબે શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મહિલા તબીબે સોશિયલ મીડિયામાં શેર કરેલો આવ્યો ગણતરીની મિનિટોમાં જ ફાઇનલ થયો હતો તમે આ વિડીયો ના માતા અને દીકરી વચ્ચે નો પ્રેમ ને જોઈને અનેક લોકોની આંખો ખુશીના માર્યા છલકાઈ હતી.