પાકિસ્તાન એક રોંગ સ્ટેટ છે અને તેમા કોઈને શંકા નથી. પાકિસ્તાનમાં સરકાર, સેના અને પત્રકારત્વ અધમતા અને નીચતાની છેલ્લી કક્ષાએ પહોંચી ગયા છે. અત્યાર સુધી ભારત અને હિંદુઓ માટે ઝેર ઓકનારા પાકિસ્તાની સરકાર, સેના અને પત્રકારોના તત્વોની નીચતા હિંદુસ્તાનમાં કોઈનાથી પણ અજાણી નથી.
આવી જ એક છીછરી અને નીચતાપૂર્ણ હરકત પાકિસ્તાનના એક ઉર્દૂ અખબારે પોતાની હેડલાઈનમાં કરી છે. પાકિસ્તાનના ઉર્દૂ અખબારે પોતાની હેડલાઈનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “ વેશ્યાના પુત્ર” ગણાવીને બેફામપણાની હદને પણ વટાવી દીધી છે. પાકિસ્તાની ઉર્દૂ અખબારની વાંધાજનક અને છીછરી હેડલાઈને સોશયલ મીડિયા પર પણ મોટો હોબાળો ઉભો કર્યો છે.
પાકિસ્તાની ઉર્દૂ અખબારની આવી હેડલાઈન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ અપમાન કરતી નથી, પરંતુ તેમના વયોવૃદ્ધ અને પવિત્ર જીવન ગુજારનારા તેમના 90 વર્ષથી વધુ વય ધરાવતા માતાનું પણ મોટું અપમાન છે. પાકિસ્તાની ઉર્દૂ અખબારની નીચતાપૂર્ણ હેડલાઈનને ભારતીયોએ આકરી ઢબે વખોડી છે.
જો કે પાકિસ્તાનના ઉર્દૂ અખબારની હેડલાઈનને વખોડનારા પાકિસ્તાનીઓની સંખ્યા પાડોશી દેશના માહોલ પ્રમાણે ઝૂઝ છે, પરંતુ ઘણાં બધાં પાકિસ્તાનીઓએ ઉર્દૂ અખબારની તદ્દન વાહિયાત હેડલાઈને વધાવી છે. આ જ પાકિસ્તાનીઓની માનસિકતા અને તેમના સ્તરને પ્રતિબિંબિત કરનારી ઘટના છે.
પુલવામા એટેકના પ્રત્યાઘાતમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાન ખૂબ ગિન્નાયેલું છે. લશ્કરી ઉમ્બાડિયાની કોશિશ સિવાય પાકિસ્તાની મીડિયાએ પણ પોતાનો તમામ શિષ્ટાચાર કોરાણે મૂકી દીધો છે અને પાકિસ્તાની મીડિયા પોતાનો વાસ્તવિક રંગ બતાવીને પોતાના સ્તર પ્રમાણેની હરકતો કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં આવી હરકતો નહીં રોકીને એક રીતે પાકિસ્તાનની સરકાર અને સેના તેનું ખાનગીમાં સીધું અને જાહેરમાં અડકતરું સમર્થન જ કરી રહી છે.