નવી દિલ્હી: બિન-લાભકારી પીઆરએસ લેજિસ્લેટિવ રિસસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ઉજાગર થાય છે કે ભારતીય જતના પાર્ટીના મોહન મંડાવી અને ભગીરથ ચૌધરી માત્ર બે સાંસદો હતા કે જેમણે ગત પાંચ વર્ષોમાં 17મી લોકસભાના તમામ સત્રોમાં ભાગ લીધો હતો.
એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, બીજેડીના સાંસદ પિનાકી મિશ્રા, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે સહીતના તામ સાંસદોમાંથી માત્ર એક ચતુર્થાંસની હાજરી 90 ટકાથી વધારે હતી.
સૌથી ખરાબ ઉપસ્થિતિવાળા સાંસદોમાં 1.5 ટકા હાજરી સાથે બીએસપીના સાંસદ અતુલ કુમાર સિંહ, 15 ટકા સાથે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, 17 ટકા સાથે ભાજપના સાંસદ સની દેઓલ, 20 ટકા સાથે શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ અને 23 ટકા હાજરી સાથે ટીએમસી સાંસદ નુસરત જહાં સામેલ છે.
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અનુક્રમે 49 ટકા ને 51 ટકા હાજરી હતી.
પીઆરએસ પ્રમાણે જો કોઈ સાંસદ હાજરી પત્રકમાં હસ્તાક્ષર કરે છે, તો તેને હાજરી માનવામાં આવે છે. જો કોઈ સાંસદ કોઈ વિશેષ દિવસે હાજર હતા. પરંતુ રજિસ્ટરમાં હસ્તાક્ષર કર્યા નથી, તો તેને ગેરહાજરી માનવામાં આવે છે.
સરેરાશ આખા કાર્યકાળ દરમિયાન મંત્રી અને અધ્યક્ષ તરીકે કાર્ય કરનારાઓને છોડીને ઉપસ્થિતિ રેકોર્ડ કરાવવાની મર્યાદામાંથી બહાર આવનારા સાંસદોએ 17મી લોકસભામાં 79 ટકા હાજરી નોંધાવી હતી.
સરકારે ગત વર્ષ સપ્ટેમ્બરમાં એક વિશેષ સત્ર બોલાવ્યું હતું. જ્યારે મહિલા અનામત વિધેયક (બંધારણના 108મા સંશોધન વિધેયક-2008) પારીત થયું હતું. તેમાં સૌથી વધુ હાજરી જોવા મળી- 92 ટકા. સરકારે નવા સંસદ ભવનમાં પહેલા સત્રની ઘોષણા કરી તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમાં વિપક્ષી નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા.
કોવિડ-19ની મહામારી છતાં, બજેટ સત્ર 2021ને બાદ કરતા કોઈપણ સત્રમાં હાજરી 70 ટકાથી ઓછી થઈ નથી. જ્યારે કોવિડ વખતના સત્રમાં 69 ટકા હાજરી જોવા મળી હતી.
આ દરમિયાન સાંસદોએ 45 ટકા ચર્ચામાં ભાગ લીધો હતો.
ઉત્તરપ્રદેશના હમીરપુરથી બે ટર્મથી ભાજપના સાંસદ પુષ્પેન્દ્રસિંહ ચંદેલે સૌથી વધુ 1,194 ચર્ચાઓમાં ભાગ લીધો, તેના પછી કોંગ્રેસના કુલદીપરાય શર્મા અને બીએસપીના મલૂક નાગર હતા.
કુલ 14 સાંસદોએ એકપણ ચર્ચામાં ભાગ લીધો નથી. તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને રમેશ પોખરિયાલ નિશંક, ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિંહા,ભાજપના અનંતકુમાર હેગડે અને સની દેઓલ સામેલ હતા.
ચર્ચાઓ લોકશાહી સંસદનું અભિન્ન અંગ છે. પીઆરએસએ કહ્યું છે કે તમામ રાજકીય પક્ષોના સદસ્ય સરકારી વિધેયકો અને બજેટ જેવા સરકારી કામકાજ પર ચર્ચામાં ભાગ લે છે. સાંસદ પણ જનહિતના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરે છે અને તેમાં ભાગ લે છે.
તેમણે કહ્યુ છે કે મુદ્દાઓ પર બોલવા અથવા તેને ઉઠાવવા સિવાય, સાંસદ ઉઠાવાયેલા મુદ્દાઓ પ્રત્યે પોતાના સમર્થન દર્શાવવા માટે અન્યો દ્વારા શરૂ કરવામાં આવેલી ચર્ચામાં પણ સામેલ થઈ શકે છે. દરેકે સરેરાશ 77 ચર્ચાઓમાં ભાગ લીધો, જે ઓછામાં ઓછા 20 સાંસદોને મોકલનારા કોઈપણ અન્ય રાજ્યની તુલનામાં વધુ ભાગીદારી છે.
પાર્ટી વાર ગણના કરવાથી ઉજાગર થાય છે કે સરેરાશ બીએસપી સાંસદોએ ઓછામાં ઓછા પાંચ સાંસદોવાળી પાર્ટીઓના નેતાઓની વચ્ચે સૌથી વધુ ચર્ચામાંભાગ લીધો, તેના પછી એનસીપી અને કોંગ્રેસ સામેલ રહ્યા.
સરેરાશ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીવાળા સાંસદોએ 59 ચર્ચાઓમાં, ગ્રેજ્યુએટ્સે 47 ચર્ચાઓમાં અને ઉચ્ચત્તર માધ્યમિક સુધીની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા સાંસદોએ માત્ર 34 ચર્ચાઓમાં ભાગ લીધો. પીઆરએસએ કહ્યું છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકસભાના સાંસદો આવી ચર્ચામાં વધુ ભાગ લે છે.
મહારાષ્ટ્રના સાંસદ, જેમણે સરેરાશ 370 પ્રશ્નો પુછયા, અન્ય રાજ્યોના સાંસદોની સરખામણીએ પ્રશ્ન પુછવામાં સૌથી વધુ સક્રિય હતા, જેના સંસદમાં ઓછામાં ઓછા 10 સાંસદો છે. સૌથી વધુ સવાલ પુછનારા 10 સાંસદોમાંથી 6 સાંસદો મહારાષ્ટ્રના હતા. પ્રશ્ન સાંસદોને સરકાર પાસેથી ઉત્તર મેળવવામાં મદદ કરે છે
સાંસદ જે મંત્રી છે અને ચર્ચા દરમિયાન સરકારનું પ્રતિનિધિત્વ કરે છે અને અધ્યક્ષ પ્રશ્ન પુછતા નથી અથવા વ્યક્તિગત સદસ્ય બિલ રજૂ કરતા નથી, જેવું કે પાર્ટીવાર વિશ્લેષણમાં દર્શાવાયું છે. સરેરાશ, ઓછામાં ઓછા પાંચ સાંસદોવાળા રાજકીય પક્ષોના નેતાઓની વચ્ચે, બે પ્રાદેશિક દળો – શિવસેના અને એનસીપી-ના સાંસદોએ સૌથી વધુ પ્રશ્ન પુછયા. વિશ્લેષણમાં અવિભાજીત શિવસેના અને એનસીપીનો વિચાર કરાયો છે.
ભાજપના સુકાંત મજૂમદારએ સૌથી વધુ 654 પ્રશ્ન પુછયા અને શિવસેનાના શ્રીરંગ અપ્પા બર્ને અને બાજપના સુધીર ગુપ્તાએ 635 સવાલો પુછયા છે. પીઆરએસના પ્રમાણે, યુવા સાંસદ સામાન્ય રીતે 60 વર્ષથી વધુ વયના વર્ગથી વધુ પ્રશ્ન પુછે છે.
જ્યારે એકપણ સવાલ નહીં પુછનારા 24 સાંસદો છે. તેમાં 77 વર્ષીય સોનિયા ગાંધી, 69 વર્ષીય ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ, 70 વર્ષીય સદાનંદ ગૌડા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ 50 વર્ષીય અખિલેશ યાદવ પણ સામેલ છે.
યુવા સાંસદોએ સરેરાશ 226 પ્રશ્ન પુછયા છે, જ્યારે વધુ વયના સાંસદોએ 180 પ્રશ્ન પુછયા છે.
6 અથવા વધુ કાર્યકાળ પૂર્ણ કરી ચુકેલા સાંસદોએ સરેરાશ લગભગ 106 પ્રશ્ન પુછયા છે. પહેલી અને બીજી અવધિના સાંસદોએ અનુક્રમે 199 અને 244 પ્રશ્નો કર્યા છે. પીઆરએસ પ્રમાણે, ઓછા કાર્યકાળવાળા સાંસદ સરેરાશ વધુ પ્રશ્ન પુછે છે.
17મી લોકસભામાં સાંસદોએ 729 પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા. જો કે 73 ટકા સાંસદોએ આવા કોઈ બિલ રજૂ કર્યા નથી. ભાજપના સાંસદ નિશાકાંત દુબે અને ગોપાલ ચિનય્યા શેટ્ટીએ મહત્તમ 19 વિધેયક રજૂ કર્યા હતા.