Site icon Revoi.in

કર્ણાટકથી આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંઘી જોડાયા

Social Share

દિલ્હીઃ- જ્યારથી ભારયીત જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છએ છત્તાં જેમતેમ કરીને કોંગ્રેસ પોતાની પાર્ટીને બચાવી રાખવાના અનેક પ્રયોસ કરી રહી છે જે હેઠળ તેઓએ ભારત જોડો યાત્રા પણ શરુ કરી છે.હાલ કર્ણાટકમાં હાલ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ ચાલી રહી છે.

ત્યારે આજે ગુરુવારના રોજ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે માંડ્યા જિલ્લામાં રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે ‘ભારત જોડી યાત્રા’માં સામેલ થયા  હતા.ઉલ્લેખનીય છે કે  ‘ભારત જોડો યાત્રા’ને 28 દિવસ વીતી ગયા છે. હાલ રાહુલ ગાંધી કર્ણાટકમાં નેતાઓ અને કાર્યકરો સાથે છે. ઉલ્લેખનીય છે કે રત જોડો યાત્રા આજે પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જવા માટે રવાના થી છે.

ઉલ્લેખનીય છે કે  સોનિયા ગાંધી 3 ઓક્ટોબરે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે રાહુલ ગાંધી સાથે બુધવારે વિજયાદશમીના અવસર પર એચડી કોટ વિધાનસભાના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં દર્શન પણ કર્મૈયા હતા તેઓ મૈસુર જિલ્લાના એચડી કોટે તાલુકામાં કબિની ડેમના બેકવોટર પાસેના એક રિસોર્ટમાં  રોકાયા હતા.કર્ણાટકમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ સંદર્ભમાં, સોનિયા ગાંધી માટે અહીં ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, આ ઐતિહાસિક ક્ષણ છે કે સોનિયા ગાંધીજી આ યાત્રામાં જોડાયા છે. તેનાથી કર્ણાટકમાં પાર્ટી વધુ મજબૂત થશે.” રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરોએ 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી હતી.આ યાત્રા આવતા વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં પૂરી થશે. આ યાત્રા અંતર્ગત કુલ 3,570 કિમીનું અંતરની યાત્રા કરવામાં આવી રહી છે જે એક ઐતિહાસિક યાત્રા હશે.