સોનુ સૂદે પ્રવાસી મજૂરોને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ બિઝનેસ ટ્રાવેલ યુનિયન શરૂ કર્યું
- એક્ટર સોનુ સૂદ દ્વારા સરાહનીય કાર્ય
- પ્રવાસી મજૂરો માટે ટ્રાવેલ યુનિયન કર્યું શરૂ
- રેલવે, હોટલો સહીત અનેક ક્ષેત્રોમાં થશે ઉપલબ્ધ
મુંબઈ :કોરોના કાળમાં પલાયન થયેલા પ્રવાસી મજૂરો માટે મસીહા બનેલા બોલિવુડ એક્ટર સોનુ સૂદે બિઝનેસ ટુ બિઝનેસ ટેક પ્લેટફોર્મ ટ્રાવેલ યુનિયનને લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પ્રવાસન ક્ષેત્રમાં કામ કરતા ટ્રાવેલ એજન્ટો અને નાના વેપારીઓને મદદ કરશે.
આ પ્લેટફોર્મની મદદથી ટ્રાવેલ એજન્ટ ગ્રામીણ ગ્રાહકોને મદદ કરશે, જે ગ્રામ પંચાયત સ્તર સુધી રહેશે. આ પ્લેટફોર્મ દિલીપકુમાર મોદીની કંપની Spice Money સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવ્યું છે. સોનુ સૂદ ટ્રાવેલ યુનિયનના ડિરેક્ટર પણ છે.
આ કંપની / પ્લેટફોર્મ વિશે, સોનુ સૂદે કહ્યું કે લોકડાઉન દરમિયાન મેં ગ્રામીણ ભારતના લોકોની સમસ્યાઓને ખૂબ નજીકથી જોઈ અને અનુભવી છે. તેમણે કહ્યું કે ગ્રામીણ મુસાફરી ક્ષેત્ર અત્યાર સુધી અસંગઠિત રહ્યું છે. હજુ સુધી આની નોંધ લેવામાં આવી નથી.
તેમણે કહ્યું કે ટ્રાવેલ યુનિયનની મદદથી અમે ટ્રાવેલ એજન્ટોનો સંપૂર્ણ સમુદાય બનાવીશું. તેનાથી આત્મનિર્ભરતામાં મદદ મળશે અને નાના વેપારીઓને પણ તેનો ફાયદો થશે. આ દ્વારા ટ્રાવેલ એજન્ટ ગ્રામીણ ભારતના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખશે અને તેમને આત્મવિશ્વાસ આપવામાં આવશે. ટ્રાવેલ યુનિયનની સેવા એરલાઇન્સ, રેલવે, હોટલો, જથ્થાબંધ વેપારીઓ, એગ્રીગેટર્સ સહિત અનેક ક્ષેત્રોમાં ઉપલબ્ધ થશે.
લોન્ચિંગની સાથે સાથે આ પ્લેટફોર્મે બ્રાંડ ન્યૂ કેમ્પેનની પણ શરૂઆત કરી છે.આ અભિયાનનું નામ ‘ખુલેગા નયા રાસ્તા’ છે. આ પ્લેટફોર્મને વન સ્ટોપ ફોર ટ્રેવ એજન્ટના કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવ્યું છે. IRCTC દ્વારા સંચાલિત તમામ ટ્રેનોની સુવિધા આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ સિવાય દેશભરમાં 500 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને 10,000 બસ ઓપરેટરોની સુવિધા ઉપલબ્ધ રહેશે.
હોટલોની વાત કરીએ તો તેની સાથે લગભગ 10 લાખ હોટલ પણ ઉમેરવામાં આવશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ થશે. હાલમાં તે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. તે આગામી દિવસોમાં અન્ય 11 ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.