- સોનુ સૂદ કોરોના પોઝિટિવ
- હોમક્વોરોન્ટાઈન થયા
- કહ્યું, મદદ તો કરતો રહીશ
મુંબઈ – સમગ્ર દેશભરમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે ત્યારે બોલિવૂડની હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી છે, મહરાષ્ટ્ર કે જે મનોરંજન જગતનું હબ ગણાય છે ત્યા કોરોનાને લઈને સતત કેસ વધી જ રહ્યા છે ત્યારે હવે મશહુર બોલિવૂડ એક્ટર સોનુ સૂદને પણ કોરોના થયો છે, ગરિબોના મશિહા બનેલા સોનુ સુદ હોમક્વોરોન્ટાઈન થયા છે, તેમણે કહ્યું કે ભલે હું ક્વોરોન્ટાઈન થયો છું પરંતુ મદદ તો કરતો રહીશ.તેમણે વધુમાં કહ્યું કે, દરેક પ્રકારની સતર્કતા રાખતા હોવા છત્તાં કોરોના થયો છે.
સોનુ સૂદએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “નમસ્કાર દોસ્તો, હું આપને જણાવવા માંગુ છું કે મારો કોવિડ 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલા માટે મે મારી જાતને ક્વોરોન્ટાઈન કરી લીધી છે, ચિંતા કરવાની કોઈ વાત નથી, હું મારી કાળજી લઈ રહ્યો છું, ચિંતા ન કરતા આ કારણથી હવે વધું હું તમારી મદદ કરવામાં સમય ફાળવી શકીશ,યાદ રાખજો હું હંમેશા તમારા સાથે જ છું”.
સોનુ સૂદએ પોતાના ટ્વિટમાં વધુમાં લખ્યું છે કે, મેં સવારથી મારો ફોન સાઈડમાં રાખ્યો નથી, દેશભરમાંથી હોસ્પિટલ, બેડ્સ, દવાઓ, ઈન્જેક્શન્સ માટે હજારો કોલ અત્યાર સુધી આવી ચૂક્યા છે. અને તેમાંથી કેટલાક લોકોને હું આ ઉપલબ્ધ કરાવી શક્યો નથી,હું લાચાર અનુભવ કરી રહ્યો છું.સ્થિતિ ડરાવની છે,મહેરબાની કરીને ઘરમાં રહો. માસ્ક પહેરો અને પોતાને સંક્રમિત થતા અટકાવો.
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ તે હસ્તી છે કે જે એક એક્ટર હોવા છત્તા ગરીબોની વ્હારે આવ્યા છે, દેશમાં જ્યારે લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે અભિનેતા સોનુ સૂદે ઘણા મજૂરો અને જરૂરીયાતમંદોને પોતાના વતન મોકલવા માટે મદદ કરી હતી. તેમની આ મદદ આજ દીન સુધી સતત ચાલુ જ જોવા મળે છે, પરંતુ હવે કોરોના રોગચાળાની સ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે અને સોનુ સૂદ લોકોની મદદ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
વિતેલા દિવસોમાં સોનૂએ અનેક જરુરિયાત મંદ લોકોને રેમડિસિવીર ઈન્જેક્શન અને ઈન્દોરમાં 10 ઓક્સિજનની બોટ પુરી પાડી હતી, તો આ પહેલા પણ વિદ્યાર્થીઓને પરિક્ષા રદ કરવા બાબતે સમર્થન આપ્યું હચતું, આ સાથે જ એક બ્લડ ડોનેટ એપની પણ શરુાત કરી હતી, આમ સોનુ સૂદ અનેક લોકોની મદદે આવી રહ્યા છે, ત્યારે તેમને કોરોના થતા સોશિયલ મીડિયા પર સોનુ સૂદ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે.
સાહિન-