Site icon Revoi.in

ટૂંક સમયમાં દેશને મળશે પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન, પરિક્ષણ રહ્યું સફળ રેલ્વે મંત્રીએ જાણકારી આપતા ખુશી વ્યક્ત કરી

Social Share

દિલ્હીઃ- દેશમાં રેલ્વે કેષઅત્રમાં ઘણો બદલાવો આવી રહ્યો છે દેશને અનેક ટ્રેન મળી રહી છએ જે હેઠળ અનેક સ્થળોનું અતર ઘટી રહ્યું છે ત્યારે હવે દેશમાં પ્રથન અંડર વોટર મેટ્રોનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે.આ બાબતે પોતે રેલ્વેમંત્રી એશ્વિની ચૌહાણે માહીતી શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.

માહિતી અનુસાર, આ  મેટ્ટ્રોનું ટ્રાયલ રન 7 મહિના સુધી ચાલશે, ત્યારબાદ આ વિભાગ માટે મેટ્રો સેવા નિયમિતપણે શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણીની અંદર મેટ્રો સેવા શરૂ થયા બાદ હાવડા સ્ટેશન દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે.

અ આ માટે કોલકાતા મેટ્રોએ ટ્રાયલ રન શરૂ કરી દીધું છે. અંડરવોટર મેટ્રોએ હુગલી નદીની નીચે તેનું ટ્રાયલ રન કર્યું છે. બુધવારે ઈતિહાસ રચતા કોલકાતા મેટ્રોએ 11.55 મિનિટમાં હુગલી નદી પાર કરી. દેશમાં પાણીની નીચે મેટ્રો દોડવાની આ પહેલી ઘટના છે.

મળતી માહિતી મુજબ ટ્રાયલ રન દરમિયાન મેટ્રો રેલના જનરલ મેનેજર પી ઉદય કુમાર રેડ્ડી પણ મેટ્રોમાં હાજર હતા.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ અવસર પર ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે.અને કહ્યું છે કે ટ્રેન પાણીની નીચે યાત્રા કરી રહી છે. આને એન્જિનિયરિંગનો બીજો ચમત્કાર કહી શકાય,તેમણએ હુગલી નદીની નીચે મેટ્રો રેલ ટનલ અને સ્ટેશનનો  એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં મેટ્રો પાણીની નીચે દોડતી જોવા મળી રહી છે.

મેટ્રો રેલના જનરલ મેનેજર પી ઉદય કુમાર રેડ્ડીએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને કહ્યું છે કે દેશમાં પહેલીવાર મેટ્રો પાણીની નીચે દોડી છે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થઈ હતી. તેની ટ્રાયલ રન હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી થઈ હતી.