- જાણો ચીચુકા ખાવાથી થતા ફાયદાઓ
- ચીચુકાનું સેવન દ્હયને લગતી બીમારીમાં ફાયદો કરાવે છે
ખાટ્ટી આમલી સાંભળતા જ મો માં પાણી આવી જાય છે, જો કે આમલી આપણે ઘણી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ તેજ રીતે આમલીમાંથી નિકળતા બી કે જેને આપણે કચુકા કે ચીચુકા કહેતા હોઈએ છીએ તે પણ ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે, આમલીના બી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદો કરાવે છે,તેના ઉપયોગથી અનેક લાભ થાય છે.તો ચાલો જાણીએ તેનું સેવન કંઈ કંઈ બિમારીમાં ઉપયોગી થાય છે.
ખાસ કરીને કચૂકામાં પોટેશિયમની માત્રા ભરપુર હોય છે જે આપણા શરીરમાં બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શનના લેવલને નિયંત્રિત રાખવાનું કાર્ય કરે છે, એટલે તેનું સેવન કરવાથી હ્દયને લગતી બીમારી મટે છે.
ઈન્ફએક્શન સામે આપે છે પ્રોટેક્શન
કચૂકા એન્ટિ ઓક્સિડેન્ટ ગણોથી સભ હોય છે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેને લઈને બોડીમાં થતા અવારનવાર ઈન્ફએક્સનથી પ્રોટેક્શન આપે છે.
લોહી પાતળું થાય છે
જે લોકો ડાયાબિટીઝના દર્દી છે તેમના માટે કચૂકાનું સેવન ફાયદા કારક છે.તેના સેવન કરવાથી લોહી પાતળું થાય છે.લોહીમાં જામ થયેલી ચરબીને તેની મદદથી દૂર કરી શકાય છે.
દાંત મજૂબત અને સફેદ બને છે
કચૂકાનો પાવડર ખાસ કરીને દાંત માટે ઉત્તમ માનવામાં આને છે,તેના પાવડરથી દાંત ઘસવાથી દાંત સફેદ ચમકદાર બને છે.પીળા પળેલા દાંતની બરાબર સફાી થઈ જાય છે.
ચહેરા માટે પણ ઉપયોગી
કચૂકાનો પાવડર બનાવી તચેમા મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે, આ સાથે જ તેના પાવડરનો ઉપયોગ સ્ક્રબ તરીકે પણ કરી શકાય છે.
પાચનક્રિયા બને છે મજબૂત
કચૂકામાં ફઆઈબરની માત્રા મોટા પ્રમાણમાં સમાયેલી હોય છે,જેને શેકીને ખાધા બાદ એક કચૂકો જો ખાવામાં આવે તો ભોજન સારી રીતે પચે છે અને પેટમાં આફળો આવતો નથી.તેનાથી કબિજીયાત પણ થતું એટકે છે.