1. Home
  2. ગુજરાતી
  3. સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ,જાણો તેની અત્યાર સુધીની સફર વિશે  
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ,જાણો તેની અત્યાર સુધીની સફર વિશે  

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ,જાણો તેની અત્યાર સુધીની સફર વિશે  

0
Social Share
  • સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ
  • ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
  • અભિનેત્રી બીગ બી સાથે ફિલ્મ ‘ગુડ બાય’માં જોવા મળશે

મુંબઈ:નેશનલ ક્રશ બનીને લાખો દિલ જીતનારી સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ છે.રશ્મિકા આજે તેનો 26મો જન્મદિવસ એટલે કે 5મી એપ્રિલ 2022ના રોજ ઉજવી રહી છે.તેમના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમની અત્યાર સુધીની સફર.

5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં જન્મેલી રશ્મિકાએ તેની કારકિર્દીની શરૂઆત કન્નડ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી.તેણે કર્ણાટકમાંથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.તેણીએ અભ્યાસ દરમિયાન મોડલિંગ શરૂ કર્યું હતું.રશ્મિકાએ મૈસૂર ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ આર્ટસમાંથી પ્રિ-યુનિવર્સિટી કોર્સ કર્યો છે તેમજ સાયકોલોજી, જર્નાલિઝમ અને અંગ્રેજી સાહિત્યમાં ડીગ્રી મેળવી છે. વર્ષ 2016માં રશ્મિકાએ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની એન્ટ્રી વર્ષ 2018માં તેલુગુમાં ફિલ્મ ‘ચાલો’થી થઈ હતી.આ પછી તેણે ‘ગીતા ગોવિંદમ’, ‘દેવદાસ’, ‘ડિયર કોમરેડ’, ‘સારીલેરુ નીકેવારુ’ અને ‘ભીષ્મા’ જેવી ઘણી મહાન તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.

સાઉથ ઈન્ડસ્ટ્રીને ઘણી જબરદસ્ત ફિલ્મો આપ્યા પછી, તેણે બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.રશ્મિકાની મહેનત અને અભિનય કૌશલ્યનું જ પરિણામ છે કે, હવે તે હિન્દી સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે હિન્દી ફિલ્મ ‘ગુડ બાય’માં જોવા મળવાની છે.બિગ બી સાથે કામ કરવાનું લગભગ દરેક સુપરસ્ટારનું સપનું હોય છે.કેટલાક સપના સાકાર થયા છે પરંતુ કેટલાક કલાકારોનું આ સપનું હજુ પણ સપનું જ રહ્યું છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન સાથે નાની ઉંમરમાં રશ્મિકાનું કામ કરવું કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી.

રશ્મિકા મંદાનાના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે તેની પ્રથમ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ના કો-સ્ટાર રક્ષિત શેટ્ટીને ડેટ કરવાનું શરૂ કર્યું અને 3 જુલાઈ 2017 ના રોજ, બંનેએ એક ખાનગી ફંકશનમાં સગાઈ કરી. પરંતુ, રશ્મિકા અને રક્ષિતનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને એક વર્ષ પછી 2018માં બંનેએ પરસ્પર સહમતિથી સગાઈ તોડી નાખી. જોકે, રક્ષિત અને રશ્મિકાએ ક્યારેય તેમના સંબંધો તૂટવાના કારણો જાહેર કર્યા નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code