- એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુનો આજે જન્મદિવસ
- ક્યારેક આર્થિક તંગીથી સામનો કરી રહ્યું હતું પરિવાર
- આજે કરોડોની માલકિન છે સામંથા રુથ પ્રભુ
ચેન્નાઈ:સામંથા રુથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આજે તેમનો જન્મદિવસ છે. તે સાઉથની ફિલ્મોમાં ખૂબ પ્રખ્યાત છે.સામંથાએ સાઉથના તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું છે.તે દેખાવમાં જેટલી સુંદર છે, તેટલી જ તેનું પ્રદર્શન પણ સારું છે.તે પોતાના અભિનય અને સુંદરતાના આધારે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.સામંથાનો જન્મ 28 એપ્રિલ 1987ના રોજ ચેન્નાઈમાં થયો હતો.અત્યારે સામંથાની ઉંમર 34 વર્ષની છે.સામંથાનું હુલામણું નામ સામંથા અને યશોદા છે.
સામંથા રુથ પ્રભુએ હોલી એન્જલ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલ, ચેન્નાઈમાંથી તેમનું સ્કૂલિંગ કર્યું હતું અને ચેન્નાઈની સ્ટેલા મેરિસ કૉલેજમાંથી કૉલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.સામંથા પાસે કોમર્સની ડિગ્રી છે. સામંથાના પિતા જોસેફ પ્રભુ તેલુગુના હતા અને માતા નિનેતી પ્રભુ મલયાલી હતા.સામંથાનો ઉછેર ચેન્નાઈના પલ્લવરમમાં થયો હતો. સામંથા તેના ઘરમાં સૌથી નાની છે.તેના બે મોટા ભાઈઓ જોનાથન અને ડેવિડ છે.
પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી, જેના કારણે સામંથાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરતાં જ મોડલિંગમાં ઝંપલાવ્યું.નાયડુ હોલમાં કામ કરતી વખતે તેને પ્રથમ વખત ફિલ્મ નિર્માતા રવિ વર્મનએ સ્પોટ કરી હતી. સામંથાએ 2010માં આવેલ તમિલ ફિલ્મ ‘યે માયા ચેસાવે’જેને તેલુગુમાં ‘વિન્નાઈથાંડી વરુવાયા’ બનાવવામાં આવી છે.તે ફિલ્મથી તેનેડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મ પછી સામંથાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આજે સામંથા એક ફિલ્મ કરવા માટે 2 થી 3 કરોડ રૂપિયા લે છે.