Site icon Revoi.in

વાહન હંકારવા માટે સાઉથ આફ્રિકા સૌથી વધુ જોખમી, ભારત ચોથા ક્રમાંકે

Social Share

દિલ્લી: વાહન હંકારવાના મામલામાં વિશ્વના ક્યાં દેશો સૌથી વધુ જોખમી છે તે અંગે જાણવા માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જુતોબી દ્વારા 56 દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વેના તારણ અનાર વાહન ચલાવવામાં સૌથી વધુ જોખમી દેશોમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે, બીજા નંબરે થાઇલેન્ડ છે અને ત્રીજા ક્રમે અમેરિક છે. જ્યારે ભારત ચોથા ક્રમે છે જ્યારે સૌથી સુરક્ષિત રસ્તાઓ નોર્વે પછી જાપાનનો ક્રમ આવે છે અને ત્રીજા ક્રમે સ્વીડન છે.

સંસ્થા અનુસાર, આ સર્વેમાં પાંચ પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં દરેક એક લાખ વ્યક્તિએ વાહન અકસ્માતમાં થતા મોત, વાહનમાં બેઠેલા લોકોમાંથી સીટ બેલ્ટ પહેરનારા લોકોની ટકાવારી, દારુ પીવાના કારણે સર્જાતા અકસ્માતો જેવી બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી.
જોકે સૌથી જોખમી દેશ તરીકે સાઉથ આફ્રિકાને પહેલો ક્રમ આપવાના સંસ્થાના દાવાને સાઉથ આફ્રિકાની એક સંસ્થાએ પડકાર ફેંક્યો છે. સંસ્થાનુ કહેવુ છે કે, આ યાદીમાં સાઉથ આફ્રિકાને સામેલ કરવુ યોગ્ય નથી. સાઉથ આફ્રિકામાં રસ્તા પર વાહન ચલાવવાના નિયમોમાં ઘણો બદલાવ કરાયો છે. જુતોબી સંસ્થાએ જે આંકડાનો સર્વે માટે ઉપયોગ કર્યો છે તે ઘણા જુના છે.

– સંકેત