Site icon Revoi.in

વિકી કૌશલની વર્ષ 2020મા આવેલી ફિલ્મ ‘ભુત’ નું પોસ્ટર ચર્ચામાં – સાઉથ ઈન્ડિયન ફિલ્મ કોમેડિયન યોગી બાબૂ પર પોસ્ટર ચોરીનો આરોપ

Social Share

મુંબઈઃ ફિલ્મી દુનિયામાં અવાર-નવાર સ્ક્રિપ્ટ , સંગીત,વાર્તા કે પોસ્ટર કોપી કરવા જેવી ઘટનાઓ બનતી રહે છે, જ્યારે કોઈ ફિલ્મનું અનુકરણ કરીને બીજી ફિલ્મ બનાવવામાં આવે એટલે તેના પર વિવાદ સર્જાય છે, ત્યારે તાજેતરમાં સાઉથ  ઇન્ડિયન ફિલ્મ પર પોસ્ટર કોપી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે પોસ્ટર કોપી કર્યા બાદ તે  અનેક યૂઝર્સ તેના પર નિશાન સાધી રહ્યા છે

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ વર્ષ 2020 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક ભાનુ પ્રતાપ સિંહ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે બતાવી શકી ન હતી, પરંતુ આ ફિલ્મનું પોસ્ટર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.

યોગી બાબુ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ છે. તે તમિલ ફિલ્મ ઉદ્યોગનો મોટા સ્ટાર ગણાય છે. હવે તેના પર વિક્કી કૌશલની ફિલ્મ ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શિપનું પોસ્ટર ચોરવાનો આરોપ લાગ્યો છે. બંને પોસ્ટરોને જોતા સ્પષ્ટ થઈ જાય  છે કે તે  આબેહુબ કોપી કરવામાં આવ્યું છે.

આ પોસ્ટરમાં યોગી બાબુના ચહેરાને વિક્કી કૌશલનો ચહેરો ટેકનોલોજી દ્વારા બદલવામાં આવ્યો છે. આ સિવાય, તેને અલગ બનાવવા માટે કેટલાક વધુ ચહેરા ઉમેરવામાં આવ્યા છે. પરંતુ આ હોવા છતાં, બંને ફિલ્મોના પોસ્ટરો સરળતાથી એકજેવા જ હોવાનો દેખાઈ આવે છે. યોગી બાબુની ફિલ્મ ‘પેઈ મામા’ આવવાની છે. આ ફિલ્મ 24 સપ્ટેમ્બરે રિલીઝ થશે, જેનું પોસ્ટર આબેહુબ ભુત જેવું જોવા મળી રહ્યુંવ છે .જેને લઈને સોશિયલ મીડિયા પર વીકિ કૌશલની ફિલ્મના પોસ્ટરની તોપી કરી હોવાથી યોગી બાબૂ ટ્રોલ થઈ રહ્યા છે.