દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં સિઝનનો કુલ 72.57 ટકા વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાનું જોર ઘડ્યું છે. દરમિયાન આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન હવામાન નિષ્ણાતોએ આગામી તા. 27થી 5મી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારમાં હળવો વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ, 72.57 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 133 ટકા, સૌરાષ્ટ્રમાં 105 ટકા, ઉત્તર ગુજરાતમાં 61 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57.60 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 55.30 ટકા વરસાદ પડી ચૂકયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં 136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લીના ભિલોડા તાલુકામાં,, સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. તો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ધરમપુરમાં સવા ત્રણ ઇંચ કપરાડા, પારડી, વાપીમાં ત્રણ-ત્રણ ઇંચ ઉમરગામમાં, સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ખેર ગામમાં પણ ત્રણ ઇંચ વરસાદ થયો હતો. નવસારીના ગણદેવી, વાંસદામાં બે- બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગના,,વઘઇ, ભરુચ, દોલવણ, ઝઘડિયા, ડાંગ, કોડીનાર, સોજીત્રા, ઉના સહિતના તાલુકાઓમાં, એક થી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ,, 72.57 ટકા વરસાદ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે, દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદપડી શકે છે. સૌરાષ્ટ્રના એકાદ સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે.
વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું કે, 26 જુલાઈએ ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ આવશે. 27જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શકયતા છે.