Site icon Revoi.in

દક્ષિણ ભારતઃ લહેંગાના ફોલમાં છુપાયેલુ લાખોનું સુડોફેડ્રીન ડ્રગ્સ ઝડપાયું

Social Share

દિલ્હીઃ ભારતમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. હવે હૈદરાબાદના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનબીસીએ મોટો ખુલાસો કર્યો છે. એનસીબીએ મોટી માત્રામાં ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવતા સુડોફેડ્રીન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સફેદ રંગના 3 કિલો ડ્રગ્સને લહેંગામાં છુપાવીને લઈને જવામાં આવતું હતું. આ ડ્રગ્સ લહેંગાના ફોલમાં છુપાવવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ડ્રગ્સ એવી રીતે છુપાવવામાં આવ્યું કે, કોઈને સરળતાથી ખબર પણ ના પડે, પરંતુ આ પરિધાનના ફોલ લાઈનને ખોલવામાં આવતા અંદર પ્રતિબંધિત ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. મોટી માત્રામાં છુપાવવામાં આવેલા ડ્રગ્સને જોઈને એનસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પાર્સલને આંધ્રપ્રદેશના નરસાપુરમમાં બુક કરાવવામાં આવ્યું હતું અને ઓસ્ટ્રેલિયા મોકલાવાનું હતું. એનસીબીની ટીએસયુ બેંગ્લૂર અને ચેન્નાઈએ આ કન્સાઈનરની ઓળખ કરી છે. એનસીબી ચેન્નાઈની ટીમે ભારે જહેમત કન્સાઈનમેન્ટ મોકલનારા અસર સરનામાની ઓળખ કરી છે. તેને ચેન્નાઈથી પકડાવી લેવામાં આવ્યો છે. ડ્રગ્સ મોકલનારાઓએ ખોટા સરનામા અને દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો. તાજેતરમાં એનસીબીએ મુંબઈથી ગોવા જઈ રહેતા ક્રુઝમાંથી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અક્ષે ઉલ્લેખનીય છે કે, દેશમાં ડ્રગ્સની હેરાફેરીને અટકાવવા અને ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવા માટે એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે.