નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ગુરયોગં વિસ્તારમાં આવેલા એક ઝૂંપડપટ્ટીના કેટલાક ઘરોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે નહીં તે જાણી શકાયું નથી. જો કે, તંત્ર દ્વારા 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ગુરયોગં વિસ્તારમાં આવેલા એક ઝૂંપડપટ્ટીના કેટલાક ઘરોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટના એટલી વિકરાળ હતી કે, 500 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે લાગેલી આ ભીષણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાયટરની ટીમો કામ કરી રહી છે અને હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે.