Site icon Revoi.in

દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી પાર્ક જિન આજથી ભારતની મુલાકાતે – તેમના સમક્ષમ એસ જયશંકર સાથે કરશે વાતચીત

Social Share

દિલ્હીઃ- ભારતમાં વિદેશી નેતાઓની સતત અવર જવર રહેતી હોય છે.પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બનતા આપણે જોઈ રહ્યા છીએ આ શ્રેણીમાં હવે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાત લેવા આવ્યા છે.

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્ક જિન ભારતની બે દિવસીય મુલાકાતે આજે દિલ્હી પહોંચવાના છે.આ બાબતને લઈને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયે જણઆવ્યું છે કે, પાર્ક જિન બે દિવસની મુલાકાત દરમિયાન તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે વાતચીત કરશે.

આ દરમિયાન બંને નેતાઓ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી અને સંબંધોને વધુ વિકસિત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુલાકાત દરમિયાન પાર્ક ચેન્નાઈની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ દક્ષિણ કોરિયાની કંપનીઓના અધિકારીઓને મળશે.

પાર્ક જિનની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને કોરિયા તેમના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.દક્ષિણ કોરિયાના ટોચના રાજદ્વારીઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે હૈદરાબાદ હાઉસમાં વાતચીત કરશે.