- પ્રભાસની ફિલ્મ રાધેશ્યામને 400 કરોડની ઓફ
- ઓટીટી પર થી શકે છે રિલીઝ
- 14 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં થવાની છે રિલીઝ
મુંબઈઃ- સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રભાસનું ખૂબ મોટૂ નામ છે, બાહુબલીની સફળતા બાદ તેઓ દર્શકોના મોસ્ટ ફેવરિટ એક્ટર બન્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની ફિલ્મ રાધેશ્યામ પણ ચર્ચતામાં છે, દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે હવે આ ફિલ્ન 14 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
જો કે હવે તેની રિલીઝ ડેટ નજીક આવતા એવા સામે સમાચાર આવી રહ્યા છે કે નિર્માતાઓને ફિલ્મને સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે 400 કરોડ રૂપિયાની ઓફર મળી છે.આ ફિલ્મ ખૂબ ચર્ચિત છે,જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે. ટ્રેલરમાં પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેની જોરદાર કેમેસ્ટ્રી જોઈને ફેન્સ ફિલ્મ જોવા ખૂબ જ ઉત્સાહિત છે.
દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે રાજધાનીમાં સિનેમા હોલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઘણા રાજ્યોમાં અનેક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.તેને જોતા હાલમાં જ ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી છે. જો કે, ફિલ્મ ‘રાધે શ્યામ’ના નિર્માતાઓનું માનીએ તો, ફિલ્મ 14 જાન્યુઆરીએ નિર્ધારિત રીલિઝ ડેટ પર જ આવશે. કારણ કે હવે મેકર્સ તેને સિનેમાઘરોને બદલે સીધા ઓટીટી પર રિલીઝ કરવા માંગે છે.
ટ્રેડ એનાલિસ્ટે આ મામલે ટિવ્ટ કરીને લખ્યું છે કે,”આ ફિલ્મને ઓટીટી પર સીધી રિલીઝ માટે ઓટીટી પ્લેટફોર્મે રૂપિયા 400 કરોડની ઓફર કરવામાં આવી છે.” જો કે, આ ફિલ્મ કયા પ્લેટફોર્મ પર આવશે, તે અંગે કંઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સ્થિતિ જોતા લાગી શકે છે કે ફિલ્મ નિર્માતા આ 400કરોડની ઓફરને સ્વિકારી શકે છે.
₹400 cr is being offered by a leading OTT platform for direct release.#Prabhas
— Manobala Vijayabalan (@ManobalaV) January 3, 2022
એવા પણ સમાચાર આવ્યા હતા કે ‘રાધે શ્યામ’ થિયેટર રિલીઝના એક મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થશે. એવી ચર્ચા હતી કે થિયેટરમાં રિલીઝ થયા બાદ તેનું હિન્દી વર્ઝન નેટફ્લિક્સ પર આવશે.ત્યારે હવે જોવુંરહ્યું કે આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવશે કે ઓટીટી પર