સાઉથના સુપરસ્ટાર અને રાજનેતા પવન કલ્યાણ આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડી સામે મોરચો ખોલ્યો
આંધ્રપ્રદેશઃ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્પાણએ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી આંધ્રપ્રદેશમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન સાથે મળીને જગન મોહન રેડ્ડીની એસવાયઆર કોંગ્રેસ પાર્ટીની સામે વર્ષ 2024ની ચૂંટણી લડશે. પવન કલ્પાણની જેએસપી પાર્ટી પહેલા જ ભાજપાના નેતૃત્વવાલી એનડીઓનો હિસ્સો છે.
પવન કલ્પાણે આ જાહેરાત રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં ટીડીપી સુપ્રીમો અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત બાદ કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય આંધ્રપ્રદેશની જનતાના ભલાને જોઈને કરાયો છે. નાયડુની સીઆઈડીએ 9મી સપ્ટેમ્બરના રોજ કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં ધરપકડ કરાઈ છે. હાત નાયડુ 14 દિવસીય ન્યાયીક કસ્ટડીમાં છે.
જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્પાણે નવેમ્બર 2019માં ભાજપ સાથે ગઠબંધન કરીને વર્ષ 2024માં સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ પવન કલ્પાણ આંધ્રપ્રદેશની જગન મોહન સરકારની સામે આકરા પ્રહાર કરી રહ્યાં છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, રાજ્યમાં જેએસપી, ટીડીપી અને ભાજપાના ગઠબંધનના પ્રસ્તાવનો આઈડિયા પીએમ મોદીની સામે મુકવામાં આવ્યો છે અને ભાજપા એક સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર પણ થઈ જશે.
સાઉથના સુપરસ્ટાર અને રાજનેતા પવન કલ્પાણે જણાવ્યું હતું કે, વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સામે એક સાથે મળીને ચૂંટણી લડવાની જરુરી છે. આ નિર્ણય પુરા રાજ્યના ભવિષ્ય માટે છે. જો અલગ-અલગ ચુંટણી લડવામાં આવશે તો વોટ કપાશે. જેથી આ અરાજક શાસન આગામી એકાદ-બે દાયકા સુધી ચાલતુ રહેશે.